________________
૪૬. દ્રવ્ય, ક્ષેત્ર અને કાળ આરાધના
[૩૭૧ નવપદ, એ ધ્યેયવાળે નમસ્કાર. દયવાળે નમસ્કાર તેઓને છે કેજેઓ “સર્વ પાપને નાશ અને પ્રથમ મંગળ તરીકે નવકારફળ સહિત માને. સર્વ પાપનાશના કારણ તરીકે નમસ્કાર છે. જેમ પંચ પરમેષ્ઠીને નમસ્કાર એ પણ પાપના નાથદ્વારાએ છે. સર્વપાપના નાશનું દયેય ન હોય તે એ નમસ્કાર ભાવનમસ્કાર સુધી આવી શકતો નથી.
કહેશે કે–તો ભગવતીજી વગેરેમાં પાંચ પદ જ કેમ કહ્યા? નવ પદ કેમ ન મૂક્યા ?
પણ મહાનુભાવ! આરાધનાને અંગેને નમસ્કાર અને મંગળ તરીકે ગણાતે નમસ્કાર તેમાં ભેદ કેમ સમજી શકે, નહીં? સૂત્રની આદિમાં બીજું ન બોલતાં “નમે અરિહંતાણં' પાંચ પદ કહ્યાં તે નમસ્કારમાં પણ “આરાધના બુદ્ધિ લાવવા માટે. એ નમસ્કારથી “પાપને નાશ અને મંગળ બુદ્ધિ, એ ધ્યેય રાખે છે. મંગળની પ્રાપ્તિનું ધ્યેય હેય તે નમસ્કાર વાસ્તવિક ફળ દે, પણ તે દયેય ન હોય તે ખૂદ અરિહંતને કરેલ નમસ્કાર પણ વાસ્તવિક ફળ દેતા નથી.
કૃષ્ણજી અને વીરાનું વંદન. કૃષ્ણ અને વીરે સાલવી સરખા નમસ્કાર કરનાર હતા. ૧૮ હજાર સાધુને બંનેએ વાંદ્યા છે. આથી વીરાને ક્ષાયિક સમ્યકત્વ ગણવું ? વીરા સાલવીનું ધ્યેય એ વંદનમાં “કૃષ્ણજી મારા પર ખુશ રહે હતું. જ્યારે શ્રી કૃષ્ણનું ધ્યેય, કર્મને ક્ષય હતું. તે મુદ્દો આગળ કરીને પણ જેઓની પ્રવૃત્તિ થઈતેને ભાવવંદન ગણવામાં આવ્યું. વીરાનાં વદનને ભાવવંદન કર્મ ન ગયું? તેનું ધ્યેય, પાપના નાશનું ન હતું, મંગળપ્રપ્તિનું ધ્યેય ન હતું.
કૃષ્ણજી, દુનિયામાં દેવ તરીકે ભલે મનાય, પણ જૈન શાસનમાં માત્ર સમ્યક્ત્વના ધણી દ્રવ્ય તીર્થકર હતા. વીરાજીએ વંદનમાં કૃષ્ણજીને રાજી રાખવાની વાત રાખી હતી. કૃષ્ણ પણ દ્રવ્યતીર્થકર હતા તે તેમને ખુશી કરવાની ભાવના હોય તે પણ વરાને ફળ મળવું જોઈએ. પણ તે ભાવનાથી શાસ્ત્રમાં વ્યકિતને અંગે ખુશીનું સ્થાન