________________
૪૪, નિર્ભયતા
[૩૫૯
આધીન છે. આ જીવ જરૂર કાર્યસિદ્ધિ કરી શકે. આ બધી જગતની સ્વાભાવિક સ્થિતિ જણાવી છે. જગતની સ્વાભાવિક સ્થિતિમાં પુરુષાર્થ રહેલે હેતે નથી. સૂર્યનું અમુક ટાઈમે ઊગવું-આથમવું સ્વાભાવિક હેવાથી તેને અંગે પુરુષાર્થ હોય નહીં. સ્વાભાવસિદ્ધનું નિરૂપણ પુરુષાર્થ માટે ઉપયેગી નથી.
સાધકની શક્તિ સાધન ઉપર આધાર રાખે છે. જીવનાં બળે જણાવ્યાં પણ પુરુષાર્થને સ્થાન કર્યું ? આ જીવ પુરુષાર્થ કરે તે ભવચક્રમાં એક અંતમુહૂર્તમાં પિતાના સાધ્યને સિદ્ધ કરી શકે. પણ એ પુરુષાર્થ ક્યારે થાય? સાધ્યને સિદ્ધ કરી શકે તેવાં સાધન મળે ત્યારે તે પુરુષાર્થ થાય. સાધનને અધીન જ સાધ્યસિદ્ધિ છે, દીર્ધ દષ્ટિથી વિચારીશું તે સમજ પડશે કે-સહસ્ત્રધી મહલ હેય-હજારની સામે એકલે યુદ્ધ કરી શકે તે હેય, તેવાના હાથમાં યુદ્ધ વખતે બુઠ્ઠી સેય આવે તે તે શું કામ કરી શકે? તલવાર ન હોય પણ બુઠ્ઠી સોય હોય છે તેથી તે શું કામ કરી શકે? પુરુષમાં તાકાત ગમે તેટલી હોય પણ નરણીથી માત્ર નખ ઉતરે, બીજું કામ તેથી ન થઈ શકે. - સાધક, શક્તિસંપન્ન હોય છતાં સાધકની શક્તિનું ફળ તેનાં સાધન ઉપર આધાર રાખે છે. જીવ એકનો એક જ છે. બાળક હોય ત્યારે શરીર નાનું, જુવાન થયા પછી પાટલો ઉપાડી શકે. તે આ શક્તિ શરીરની કે આત્માની ? આત્માની શક્તિ હોય તે બાળક હોય, જવાન હોય કે ઘરડો હોય, તોપણ સરખી શકિત હોય. બચપણમાં તદ્દન ઓછી શકિત હોય.
સાધક શકિતસંપન્ન છતાં, સાધકની શકિત સાધનાના આધારે જ ફળદ્રુપ નીવડે છે. ચશ્મા લાલ આવે તે બધું લાલ દેખાય. ચક્ષુ, સાધન દ્વારા જ દેખે છે. સાધનને આધારે જ સાધકની શક્તિને ઉપયોગ થાય છે. શક્તિની ઓછાશવાળું સાધન હોય તે ત્યાં કાર્ય ઓછું થાય. આત્માને શકિત એટલી બધી મળી છે કે–ધારે તે તે