________________
૪૫, આરાધના
[૩૬પ
પણ આરાધના ખેંચાઈ આવતી નથી, તે મનુષ્યમાં રાજામહારાજાપણામાં આરાધના કેમ ખેંચાઈ આવે ? પુણ્ય પ્રકૃતિ સાથે આરાધનાને નિયત સંબંધ નથી. આરાધના ઔપથમિક ગુણ નથી, ક્ષાપથમિક ગુણ છે. બાહ્ય સંગ કારણ બને, પણ તે આધીન નથી.
આરાધના એટલે મેક્ષમાર્ગની પ્રાપ્તિ અગર તે માર્ગે વધવું. શ્રીમતે ઘેર પોપટ પાળી તેને “રામ” બોલતાં શીખવ્યું. પણ તેથી, શું વળે ? એ તે “રામ-રામ” બોલતે જાય અને રામની મૂર્તિ ઉપર બેસી, તેની ઉપર જ ચરકે ! કારણ ! મૂર્તિની ઓળખાણ ખબર તેને નથી. તેમ અહીં આરાધના પિકારે, પણ સ્વરૂપ ન જાણે ત્યાં આરાધના પિકારતાં છતાં વિરાધનાને રસ્તે જાય છે, માટે આરાધનાની આવશ્યક્તા સમજવાની જરૂર છે.
મરણની ભીતમાં કાણું પાડયું નથી. દુનિયાદારીના વિચારમાં મગ્ન હોય તે ચાર વસ્તુમાં લીન રહેવાનાઃ કંચન, કામિની, કુટુંબ અને કાયા. આ ચાર સિવાય પાંચમું તેને નથી. “આ ચારે કે જેની ઉપર આ ભવને આધાર રાખું છું. મારા મનુષ્યભવને કુરબાન કરું છું. તે ચાર વસ્તુ કઈ સ્થિતિની છે? આ ચારે ભૂખ માટીના સ્તંભે છે. ભૂખરુ માટીના થાંભલા હેય તે શરદીમાં ખરી પડે તેમ તમારે સંસારના-ભવના-જીવનના ચાર થાંભલા છે, તે કેવળ ભૂખરુ માટીના છે. એકે પર સુખ-દુખને આધાર નથી. તે વિચાર ન આવે અને ભવમાં ભમવાના સાધનમાં વિચાર આવે. “મારું ? એ વિચાર ન આવે. આવતા ભવે હાજર રહે તેવી કઈ બાબત ? હજુતો મરણની ભીંતમાં કાણું પાડયું નથી કે–આગળ જોઈ શકાય. જેણે મરણની ભીતમાં કાણું પાડયું નથી તે આગળ ક્યાંથી જોઈ શકે ? મરણ પછીની વિચારણું કરી નથી, તેવા મનુષ્યને આવતા ભવને વિચાર ન આવે. અને એ વિચાર ન આવે તો આવતા ભવમાં શું રહેશે? મારું શું થશે ?” એ વિચાર કયાંથી આવે ?
પૂણ્ય-પાપ બે જ સાથે આવવાના છે, છતાં તે બંને પણ આત્માના નથી ! એ તે ખેતરમાં ખેતી થઈ ઊગ્યું, છતાં ઊનાળો