SearchBrowseAboutContactDonate
Page Preview
Page 392
Loading...
Download File
Download File
Page Text
________________ ૪૪, નિર્ભયતા [૩૫૯ આધીન છે. આ જીવ જરૂર કાર્યસિદ્ધિ કરી શકે. આ બધી જગતની સ્વાભાવિક સ્થિતિ જણાવી છે. જગતની સ્વાભાવિક સ્થિતિમાં પુરુષાર્થ રહેલે હેતે નથી. સૂર્યનું અમુક ટાઈમે ઊગવું-આથમવું સ્વાભાવિક હેવાથી તેને અંગે પુરુષાર્થ હોય નહીં. સ્વાભાવસિદ્ધનું નિરૂપણ પુરુષાર્થ માટે ઉપયેગી નથી. સાધકની શક્તિ સાધન ઉપર આધાર રાખે છે. જીવનાં બળે જણાવ્યાં પણ પુરુષાર્થને સ્થાન કર્યું ? આ જીવ પુરુષાર્થ કરે તે ભવચક્રમાં એક અંતમુહૂર્તમાં પિતાના સાધ્યને સિદ્ધ કરી શકે. પણ એ પુરુષાર્થ ક્યારે થાય? સાધ્યને સિદ્ધ કરી શકે તેવાં સાધન મળે ત્યારે તે પુરુષાર્થ થાય. સાધનને અધીન જ સાધ્યસિદ્ધિ છે, દીર્ધ દષ્ટિથી વિચારીશું તે સમજ પડશે કે-સહસ્ત્રધી મહલ હેય-હજારની સામે એકલે યુદ્ધ કરી શકે તે હેય, તેવાના હાથમાં યુદ્ધ વખતે બુઠ્ઠી સેય આવે તે તે શું કામ કરી શકે? તલવાર ન હોય પણ બુઠ્ઠી સોય હોય છે તેથી તે શું કામ કરી શકે? પુરુષમાં તાકાત ગમે તેટલી હોય પણ નરણીથી માત્ર નખ ઉતરે, બીજું કામ તેથી ન થઈ શકે. - સાધક, શક્તિસંપન્ન હોય છતાં સાધકની શક્તિનું ફળ તેનાં સાધન ઉપર આધાર રાખે છે. જીવ એકનો એક જ છે. બાળક હોય ત્યારે શરીર નાનું, જુવાન થયા પછી પાટલો ઉપાડી શકે. તે આ શક્તિ શરીરની કે આત્માની ? આત્માની શક્તિ હોય તે બાળક હોય, જવાન હોય કે ઘરડો હોય, તોપણ સરખી શકિત હોય. બચપણમાં તદ્દન ઓછી શકિત હોય. સાધક શકિતસંપન્ન છતાં, સાધકની શકિત સાધનાના આધારે જ ફળદ્રુપ નીવડે છે. ચશ્મા લાલ આવે તે બધું લાલ દેખાય. ચક્ષુ, સાધન દ્વારા જ દેખે છે. સાધનને આધારે જ સાધકની શક્તિને ઉપયોગ થાય છે. શક્તિની ઓછાશવાળું સાધન હોય તે ત્યાં કાર્ય ઓછું થાય. આત્માને શકિત એટલી બધી મળી છે કે–ધારે તે તે
SR No.023323
Book TitleDeshna Mahima Darshan
Original Sutra AuthorN/A
AuthorAnandsagarsuri
PublisherAgamoddharak Pravachan Prakashan Samiti
Publication Year1982
Total Pages548
LanguageGujarati
ClassificationBook_Gujarati
File Size37 MB
Copyright © Jain Education International. All rights reserved. | Privacy Policy