________________
૪૧. સર્વાગ સંપૂર્ણ સુખ
[૩૩૩ જે પ્રમાણમાં સુખ જોઈ એ તે પ્રમાણમાં સાધનરૂપ
ધમ કર જોઈએ. તેમ સુખની અપેક્ષાએ વિચારીએ તે સુખને છેડે કર્યો? દેવતા તુષ્ટમાન થાય અને “જોઈએ તેટલું સુખ માંગ” કહે તે શું માગે?
મારી કલપનામાં ન આવે તેવા હંમેશ માટેના દુઃખ વગરના સુખ આપ.” એ જ ને? કહેવાનું તત્ત્વ એ કે- આ જીવ સુખ, દુઃખ વગરનું અને ખસે નહીં એવું માંગે છે! તે પણ કેવું? મારી ઈચ્છા કરતાં અધિક ! વિચારસુખ આવું મેળવવું છે અને તે માટેનાં સાધન કેવાં મેળવીએ છીએ?
દુનિયામાં લેઢાને થાંભલે મજબૂત, તેના કરતાં પથ્થરને કમજોર, તેનાથી ઇંટને કમર પરંતુ ભૂખ માટીને થાંભલે હેય તે કેટલે વખત ટકે? જેને પકડવા માટે પાણીની જરુર નહીં–શરદીની હવા લાગે એટલે ખરી પડે. ભૂખરું માટીથી માણસ મહેલ બનાવે. તે માટીના થાંભલા ઉપર મહેલ બનાવવા તૈયાર થનારાની અક્કલ કેટલી?
તે પ્રમાણે આપણે હંમેશનું કરિપત સુખ માંગીએ છીએ, અને સાધન કરીએ છીએ ત્યારે–ભૂખરું માટીના થાંભલા. આખા જીવનમાં કંચન, કામિની, કુટુમ્બ અને કાયા” આ ચાર જ વસ્તુ ભેગી કરીએ છીએ. અંદરની અપેક્ષાએ આહારાદિ ચાર વસ્તુ ભેગી કરીએ છીએ, આ આઠે સગાં કયાં સુધી? અહીંથી નીકળીએ નહીં ત્યાં સુધી. અંદરથી નીકળ્યા ત્યારે સગામાં કેશુ? અબજો રૂપિયા હેય, લાખે સ્ત્રીઓ હોય, યાદવે પેઠે કરડેનું કુટુંબ હેય, હજાર ગાઉનું શરીર હોય, તેમાંથી કંઈપણ કે કોઈપણ સાથે આવશે? ત્યારે સુખ ભવભવ જોઈએ છે અને સાધને ભેળાં કર્યા, આ ભવ પણ ટકે નહીં તેવાં! આ બે શી રીતે બને ?
પાંચ રૂપિયાભાર માટી લઈને કેટલાય મણની કઠી બનાવવી તે કુંભારથી પણ નથી બનતું. રૂપિયા, સ્ત્રીઓ તે તમામ આ ભવ માટે પણ રજીસ્ટર થએલી વસ્તુ નથી. આ ભવનું પણ પૂરું સુખ ન દે, તે તે આવતા ભત્રનાં સુખનું સાધન કયાંથી બને? વિચારો....કેવું