________________
૪૨. વિધિ
[૩૩૯ તે વીતરાગ અવસ્થામાં દે. સરાગ અવસ્થામાં કંઈપણ નિરૂપણ કરે તે શાસનના સંબંધમાં ન આવે.
શ્રીમનાથજીએ રથ વાળતી વખતે હિંસાનું આવું ફળ છે. એ વગેરે કહ્યું, તે દેશનામાં ન ગણાય. મહિલનાથજીએ દીક્ષા લીધા પહેલાં મિત્રોને જે વચને કહ્યાં તે, મહાવીર ભગવાનને સ્વાતિ નામના બ્રાહ્મણ સાથે વાતચીત થઈ તે, દેશનારૂપે નથી; સામાન્ય વાર્તાલાપ રૂપે છે. તમે સરાગ અને વિતરાગ અવસ્થામાં બંનેમાં દેશના દેતા હે તે ફીકર નથી. પણ તીર્થકરને માટે તે નિયમ છે કે વીતરાગ થયા પછી જ ધર્મદેશના અપાય. વીતરાગપણું પછી આત્મદશા સમજાય.
દુનિયાદારીની અપેક્ષાએ સાધુ-ત્યાગી ગાંડા “પારકાની તારે શી પડી ? તું તારું સંભાળને...” એ દશા રાગીને કહે કે અમારી સાથે તારે સંબંધ નહીં, અને તે તમારી અપેક્ષાએ પૂરેપૂરા ગાંડા.” બજાર વચ્ચે જતાં ધોતિયું નીકળી જાય તે? તેને ગાંડા જ ગણેને? તીર્થકરને વસ્ત્ર નથી, માથું ખૂલ્યું છે. દીક્ષા લઈએ ત્યારે પૈસા ફેંકી દઈએ છીએ. દુકાન પર બેઠેલે માણસ ગલામાંથી પૈસા ફેંકવા માંડે તે તેને મેડહાઉસમાં મોકલવો પડે, દુનિયાદારીની અપેક્ષાએ સાધુ-સંત ગાંડા. “અમેસેં મત મીલે લેકે ! હમકે દીવાના કહતા હે.
એક સરાગી સંત પણ દુનિયાદારીની દરકાર વગરને હોય, તે આ વીતરાગ થયા, તેમને દરકાર શી ? એને તે એક જ વાત “પરની તારે શી પડી, તું તારી સંભાળ.” પાણી જેટલું કામ આવે તેટલું ગળ. કૂવા, તળાવ કેઈ ગળતું નથી. સામાન્ય સંતે માટે દુનિયાની દરકાર કરવાની નથી. તે વીતરાગ થયા પછી કેવળ આત્મરમતા હોવી જોઈએ.
“આ આવ્યો તેને આમ બચાવું-ધર્મ કહું, એ વીતરાગને નહીં. ફક્કડ થયા એટલે આખા જગતની ચિંતા ઊભી કરી એમ પણ નહીં. સંતપણાથી તે આત્મારામી થવાનું છે, તે પછી વીતરાગ
Sા
૭
બ.