________________
૩૫૦]
- દેશના મહિસા દર્શન પણ ચારે કર્મો સરખી રીતે ક્ષય કર્યા છે, તે તીર્થકરો જ શાસન સ્થાપે અને તેઓ ન સ્થાપે, તેમાં કંઈ કારણ?
દેવત્વ એક ભવે સિદ્ધ ન થાય. કેવળીપણું-સિદ્ધત્વ–આચાર્યાદિપણું એ વગેરે એક જિંદગીનું કાર્ય છે પણ દેવાદિ દેવત્વ એ અનેક જિંદગીએ જ થાય. કેઈ તીથકર. તે જ ભવમાં ૨૦ સ્થાનકની આરાધના કરી, તીર્થંકર થઈમોક્ષે ગયા, તેવું બન્યું જ નથી, બનતું નથી અને બનવાનું નથી. મિથ્યાત્વી સમ્યકત્વ પામે, દ્વાદશાંગ ગૂંથે, તે કેવળ પામી લે જાય, તે બની શકે, પરંતુ એ રીતે તીર્થંકરપણું એક જ જન્મનું કાર્ય નથી.
આવશ્યક સૂત્રની વ્યાખ્યા કરતાં જણાવેલ છે કે-૨૦ સ્થાનકની આરાધના એવી છે કે તે સંસાર કાપી નાંખે, પણ બધે સંસાર ન કાપે ત્રણ ભવ છોડીને સંસાર કાપે. વીસ સ્થાનકની વિચિત્ર આરાધના છે. તીર્થકર મહારાજના જીવની ૨૦ સ્થાનકની આરાધના આખા સંસારચકને ન કાપે. ત્રણ ભવ તે બાકી રહે જ. એ ત્રણ ભવ બાકી રહે, તે વસ્તુ વિચારીએ તે દેવાધિદેવપણું એક એક ભવથી સાધ્ય નથી. દેવાધિદેવ=તીર્થંકર પૂર્વના ત્રીજા ભવે એ ૨૦ સ્થાનક આરાધે. તીર્થકરનામકર્મ નિકાચિત કરે, અને તે પછી પણ બીજે ભવે તે તીર્થકર ન જ થાય. ત્રીજે ભવે જ તીર્થકર થાય.
તીર્થકર મહારાજા વીતરાગ અવસ્થામાં આવ્યા-સર્વશ થયા ત્યારે બાંધેલું તીર્થંકરનામાગેત્ર, છે તેથી પૂજ્યતા ઊભી કરવી, અગ્લાનિએ ધર્મદેશના પ્રવર્તાવવી વગેરે કાર્ય કરે. ૨૦ સ્થાનકની આરાધનામાં પૂજ્યતા આનુષંગિક રહે. પૂજ્યતાના નામે તીર્થંકરનામકર્મ બાંધવા જાય તે તીર્થંકરનામકર્મ બંધાય જ નહીં. ૨૦ સ્થાનની આરાધનામાં તે આરાધનાના યેગે આમ અતિશય પ્રાતિહાર્યવાળે થઉં તેમ ધારણા રાખે તે તીર્થંકરપણું પ્રાપ્ત કરે જ નહીં. જગતના ઉદ્ધારની બુદ્ધિએ ૨૦ સ્થાનક આરાધે તે જ તીર્થંકરનામકર્મ બાંધે. વરાધિ અને સામાન્ય સમ્યકત્વ વચ્ચેના ઉદ્દેશને આંતરે.
મોહ અંધકારમાં રખડતા છેને કેવળજ્ઞાનરૂપી સૂર્યને ઉદય