________________
સર્વાગ સંપૂર્ણ સુખ
૩૩૭
ન જાય, તેથી સિદ્ધાંત રાખે છે કે–પુણ્ય એવું મળે કે આવેલું પાછું ન જાય. આથી પુણ્ય એવું જોઈએ કે–જે ગુણાકાર થઈ સુખરૂપે થાય. તળાઈમાં સૂવાની ટેવ છે, પણ પૌષધની ટેવ નથી–સંથારે સૂવાની ટેવ નથી તેવાને સંથારે સૂવું પડે તે આખી રાત ઊંઘ ન આવે. કેમ? તે દુઃખ આપે છે. પરંતુ જે સંથારે સૂવા ટેવાયલે નથી–ગાદીએ બેસવા ટેવાયેલ છે, તેવાને કઈ વખત ગાદી ન મળે તે ? શાક વગર ખાવાનું ન ભાવે તેવી ટેવ પાડી હોય ત્યારે જ ને ? તમારી શાકની ટેવ પરિણામે પ્રસંગે અજીર્ણ કરાવનારી થઈ.
“છસ સુખમેં ફીર દુઃખ વસે.” ત્યાં આખું શરીર સુખદુઃખરૂપે થાય. સુખનો ગુણાકાર, દુઃખના ગુણાકાર રૂપે થાય; માટે અમને પુણ્ય એવું મળવું જોઈએ કે-મળેલું ખસે નહીં. અર્થાત્ પુણ્યાનુબંધી પુણ્યવાળું સુખ જોઈએ. અમારે તે એવું પુણ્ય જોઈએ કે જે ખસે જ નહીં. દુઃખ વગરનું ‘મિસ્ટાવાની સુખ જોઈએ. વાત સાચી. અહીંથી પણ તેવા રસ્તા છે. અને તે પુણ્ય ભેગવતાં આગળ નવું પુણ્ય બંધાય. - સાકરની માખ, મીઠાશ લે. પણ ભય લાગે કે તે ઊડી જાય તે તેને મીઠાશ મરણરૂપ ન થાય. મધની માખ મધમાં પડી મીઠાશ લે, પણ લેપાયાથી બહાર ન નીકળે. જેમ દેવલોકે ગએલા ચક્રવતી. અહીં સુખ ભોગવે, અને ત્યાગી થાય અને દુર્ગતિએ ન જાય. .
કેટલાક શ્લેષ્મની માખ જેવા હોય છે. જેમ વાસુદેવ સરખા ત્રણ ખંડ વશ કરે, પણ પરિણામે દુર્ગતિ. કેમ? તેઓ નવું પુણ્ય ન મેળવી શકે
કેટલાક પથ્થરની માખ જેવા હોય છે. તેમને દુનિયાનું સુખ નથી પણ ત્યાગી થઈ શકે છે.
ચાર પ્રકારનાં સુખ છે. આ ચાર પ્રકારની માખમાંથી કેઈપણ સાકરની માખ સિવાય બીજું કાંઈ નહીં માગે. કેમ? સુખ ભેગવે ને દુર્ગતિ ન થાય, તેવું સુખ, તેનું જ નામ પુણ્યાનુબંધી પુણ્ય. એવું પુણ્ય કેમ બંધાય! ચાર કારણે-મેક્ષની પ્રાપ્તિ ન થાય ત્યાં સુધી દુઃખ ન હોય. તેનાં ચાર કારણે જીવ માત્રમાં દયા, જ્ઞાનગર્ભિત વૈરાગ્ય, વિધિપૂર્વક ગુરુમહારાજની સેવા અને નિર્મળ શીલમાં વર્તવું. આ ચાર વસ્તુ પુણ્યાનુબંધી પુણ્ય બંધાવે હવે દયા આદિ કેવા છે? તે અધિકાર અગ્રે વર્તમાન.