________________
૩૯, ભગવંતની વાણી
[૩૧૮
ઉકરડાની નથી. કેઈના કામની છે. તે હું લઉં તે ખરેખર અયોગ્ય જ ગણાય. તેથી ન લીધી. તે આગળ ચાલ્યો. એકાદ ફર્લાગ ગયે ત્યાં વળી વિચાર આવ્યો કે “જંગલમાં દોડી અમથી નાશ પામવાની નિરુપયેગીપણે નાશ પામે તેના કરતાં હું લઉં તે ટુ શું ?” તે પાછા આવ્યા. ત્યાં વળી વિચાર્યું કે-“પારકી ચીજ નાશ પામે તે ભલે નાશ પામે. માલિકને એ વિચાર કરવાને છે. માલિક વગર એને દુરુપયેગ–સદુપયે વિચારવાની સત્તા બીજાને નથી.”
આથી દેરડી લીધા વિના વળી પાછે ગ. વળી વિચાર આવ્યું કે.કબજે હોય તે માલિકીની ચીજને, આને તે કબજે નથી માટે લેવી જોઈએ.’ એમ વિચારી વળી પાછો આવી દેરડી લે છે, ત્યાં વિચાર આવ્યો કે તેના માલિકે છેડી છે કે છૂટી ગઈ છે એ શું ખબર? માટે એના માલિકને હક્ક ગયે નથી માટે મારાથી ન લેવાય.” તેમ કહી તે પાછે ગયે. વળી પાછો વિચાર આવ્યું કે“માલિક તે મેળવવા માટે હક્કદાર છે.માલિકીની નહીં ને મારી પણ નહીં.માટે લઈલે, માલિક માગશે તે દઈ દેવાશે,’ એમ વિચારી પાછે લેવા આવે અને વળી વિચારવા લાગ્યું કે-“માલિકની માલિકી ગઈ નથી. માલિકને શી ખબર કે એમની દોરડી મેં જ લીધી છે? માટે આ દેરડીને ખોળનાર અહીં આવે ત્યાં સુધી મારે અહીં જ ઊભા રહેવું જોઈએ.” એમ વિચારી ત્યાં ને ત્યાં તે ઊભે રહ્યો. પછી તડકે થયો, પણ તેને માલિક ન આવ્યું. હવે લેવામાં અડચણ નથી.” એમ વિચારીને તે દેરડી લીધી. થોડું ચાલે અને પાછે વિચાર આવ્યું કે માલિકે હજુ પિતાની માલિકી છેડી નથી. હું તે પારકી માલિકીની વસ્તુ પડાવી લેવાવાળે ખરોને ?” એમ વિચારતાં ફર્લાગ આગળ ગયે ને વિચાર આવ્યો કે- પારકી માલિકીની ચીજ મેં લીધી તે ઠીક નહીં:”વળી વિચાર આવ્યો કેદુનિયામાં જેના કબજામાં આવે તેની માલિકી.” એમ વારંવાર જાય, આવે ને દોરડી લે અને પાછી મૂકે.
ન્યાયના રસ્તાને ચૂકે તે જ રસ્તા પર પડેલી વસ્તુ લે. અનિશ્ચિત દશાને લીધે જવા આવવાના વિકલ્પની પરંપરામાં જ દહાડે પૂરો થયે,