________________
ર૭૮]
દેશના મહિમા દર્શન કેળિયે કરનાર કેઈ હોય તે તે સિદ્ધ પરમાત્મા. ગમે તેટલે અનંત કાળ જાય તે પણ, અનંતા કાળચક્રો જાય તે પણ, તેમના ગુણમાં રજ માત્ર પણ અધિકન્યૂનપણું ન થાય. આપણું જિંદગીમાં આપણે જમ્યા ત્યારે ચાંદે ને સૂરજ જેવા હતા તેવા જ યુવાન કે વૃદ્ધાવસ્થામાં આજે છે-એક જ સરખા ચંદ્ર-સૂર્ય-એવા ને એવા જ.
સિદ્ધો ઉપર કાળની અસર નથી આપણી જિંદગીની અપેક્ષાએ સૂર્ય-ચંદ્રમાં ફરક નથી. તેમ જ્ઞાની-કેવળજ્ઞાનીઓની અપેક્ષાએ સર્વકાળે કેવળજ્ઞાની–સિદ્ધનું સ્વરૂપ એક સરખું જ રહે. આપણે જિંદગીની અપેક્ષાએ કશે જ ફરક નહીં. તેવી રીતે સિદ્ધ પરમાત્માનું સ્વરૂપ ગમે તે ઉત્સર્પિણમાં દેખે પણ બધા કાળે સરખું. તેની ઉપર કાળ અસર કરતું નથી. ચંદ્રસૂર્યમાં પૂર્વ પશ્ચિમ મધ્યગામી તેવી અવસ્થા ફરે છે. તેજમાંબિંબમાં ભલે ફરક ન હોય, પણ સંજોગમાં ફરક છે. સિદ્ધ પરમાત્માને અંગે અનંત કાળ જાય તે પણ સ્વરૂપ, ક્ષેત્ર કે કશામાં ફરક ન પડે. તેથી કાળની અસર સિદ્ધ ઉપર નથી.
જેવી રીતે પરમાત્મા સર્વેકૃષ્ટ સ્થિતિવાળા છે તેવી જ રીતે સૂમ નિમેદની અવસ્થા સર્વથી ઓછી. સર્વથી હલકી અવસ્થા નિગદની. એક જ એવું સ્થાન કે જેની અંદર અનંતી ઉત્સર્પિણી સુધી એક સરખી સ્થિતિ હોય તે તે સિદ્ધિસ્થાન કે નિગદ છે. સર્વ શક્તિવાળા સિદ્ધ મહારાજનું સ્થાન ને બીજું નિગોદનું સ્થાન નિત્ય છે. આપણે સર્વ શક્તિવાળા તે બનેલા નથી. જન્મ, જરા, મરણ, રેગ, શેકના સપાટામાં આપણે છીએ. સિદ્ધ થએલા આત્માઓ જન્મના, મરણદિના સપાટામાં આવતા નથી. એ જ પુરાવો છે કેહજુ આપણે સર્વ શક્તિવાળા થયા નથી. ત્યારે હવે નિત્ય અવસ્થા કઈ બાકી રહી? માત્ર નિગોદની જ.
અનંતાની ભાગીદારીવાળું નિગદનું શરીર નિગોદ શબ્દ આપણે જાણીએ છીએ, બેલીએ-માનીએ છીએ,