________________
૩૦૮]
દેશના મહિમા દર્શન તેમાં વચમાં કેઈને આડે આવવાનું હતું નથી, પરંતુ એટલેથી નહીં અટકતાં આજ વૈજ્ઞાનિક રીતે પ્રયત્નથી બનવાવાળા પદાર્થને પણ ઈશ્વર માથે ચડાવવામાં આવ્યા છે.
લૂણના અગરમાં લેતું નાંખીએ તે તે લેડું મીઠા રૂપ થઈ જાય છે. કેલસાની ખાણમાં રેતી નંખાય તે અમુક વર્ષે–૮૦-૯૦ વર્ષે કેલસે થાય છે. આત્મીય ઉપકારથી ઈશ્વરનું ઈશ્વરપણું રાખ્યું હેય તે તે માત્ર જૈનદર્શને જ. મારે આત્મા પુણ્ય પાપના માર્ગો સમજતો ન હતું, તે હવે સમજીને પ્રવૃત્તિ-નિવૃત્તિવાળે થયે. ભગવાનને ઉપદેશ થ, પુણ્ય, આત્માનું સ્વરૂપ સમજાવ્યું ત્યારે આત્મા પાપના માર્ગને છોડવા લાગ્યો. આત્માનાં સ્વરૂપને સમજી આત્મસ્વરૂપે પ્રગટ કરવા માટે તૈયાર થયે.
એ રીતે જૈનેએ આત્મીય વસ્તુને સમજાવનાર તરીકે દેવ માનેલ છે. જન્મ આપે છે, સૃષ્ટિ, પૃથ્વી, પાણી બનાવ્યાં છે તે રીતે તે ઈશ્વર નથી માન્યા પણ આત્માના પાપ-પુણ્યનાં સ્વરૂપ સમજાવી ગ્ય માર્ગ બતાવ્યું તેને લીધે દેવ માનેલા છે.
મૂર્તિ, ચરિત્ર અને વચનકારાએ દેવની પરીક્ષા
વર્તમાન કાળમાં સહુના પરમેશ્વર સંતાયેલા છે. મુસ્લિમ, ક્રિશ્ચિયન, શૈવ, વૈષ્ણવ કે જૈન ગમે તે હે, સર્વેના પરમેશ્વર સંતાયેલા જ છે. પરમેશ્વર હાજર હતા ત્યારે પરમેશ્વરની પરીક્ષા કરી માનતા હતા, પરંતુ આ વર્તમાનકાળ તે બધા પરમેશ્વરની ગેરહાજરીને કાળ છે. હવે પરમેશ્વરને પિછાનવા શાથી? તે માટે જણાવ્યું કે-જેમ પક્ષ પદાર્થને ચિહ્ન દ્વારા જાણી શકીએ, સામા ઘરમાં ચૂલે સળગે જોતા નથી, પણ ધુમાડા જોવાથી ચૂલે સળગે હેવાનું નક્કી કરી શકીએ. પરિક્ષ એવે અગ્નિ ધુમાડા દ્વારા નિશ્ચિત કરી શક્યા. તેમ પક્ષ એવા પરમેશ્વરને પણ ચિહ્ન દ્વારા નિશ્ચય કરી શકીએ.
પરમેશ્વરને ઓળખવાનાં સાધને કયાં ! તેમની મૂર્તિ, ચરિત્ર અને વચને.