________________
૩૮. શાસ્ત્રની શ્રેષ્ઠતા
કિos
બચાવમાં કહે છે કે-“દુનિયામાં ગુનો કરનાર પિતાની મેળે જેલમાં જતો નથી. ગુને કરનારને સજા આપનાર ન્યાયાધીશ જોઈએ, શરપાવ આપનાર પણ જોઈએ. સારું કામ કરનારને શરપાવ આપનાર શેઠ કે રાજા જોઈએ, માટે દુઃખની સજા, સારાં કામને શરપાવ આપનારની જરૂર. ”
તેઓએ કુયુક્તિ વળગાડી છે, જેમાં ભેળા કે ફસાઈ જાય છે. “આપણે પાપ કર્યું તે તે ભેગવનાર તે જોઈએને ? ” એમ કહી તે કુયુક્તિમાં માં મારે છે, પરંતુ ખબર નથી કે મહાનુભાવ, તમે સાકર ખાધી તે સાકરની મીઠાશ એની મેળે થઈ કે બીજે કઈ દેવા આવે ? ત્રિફલા હરડે ખાધી ને જાજરૂ થવાનું થયું, મરચાં ખાધાં ને બળતરા થઈ તે મરચાં તમે ખાધાં ને બળતરા બીજાઓને થાય? માટે સ્વભાવ વિચારે. સાકરનો સ્વભાવ છે કે-મીઠાશ લાગે.
- આ પદાર્થોના સ્વભાવ છે-તે પુણ્ય પાપના સ્વભાવ હોય તેમાં નવાઈ શી? શરદી, એ પણ સ્વભાવ છે. ન્યૂમેનિયા થયે તે પરમેશ્વરે કર્યો. એ ઉતિમાં જાવ તે જગતમાં પાપ જેવી ચીજ નથી. જલ્લાદ સેંકડેને ફાંસી દે છે, તે તે બદલ જલ્લાદને કેમ ફાંસી નથી દેતા ? કહેવું પડશે કે–તેને તે કેર્ટના હુકમથી ફસી દેવી પડે છે. મનુષ્યવધ તે કરે જ છે. મનુષ્યવધ તે કરે જ છે પણ તેમાં સદેષ મનુષ્યગુનેગાર જલ્લાદ નથી, માટે તેને નથી મારતા કે નથી ફાંસી દેતા. જલ્લાદ નોકરીએ રહ્યો છે–નોકરીના પૈસા લે છે, ત્યારે મનુષ્યવધ કરે છે. જલ્લાદ જે મનુષ્યવધ કરે છે તેને સદોષ મનુષ્યવધ નથી કહેતા.
કેટમાં કઈકઈને હુકમથી કેઈને મારે છે, તેને ઈશ્વરે પ્રેર્યો તે તેને પાપ શાનું ? કાં તે સુખદુઃખ જીની પ્રવૃત્તિથી સ્વતંત્ર થાય છે, કાં તે એ ગુનેગાર નથી તેમ માને-પછી પાપ જેવી ચીજ નથી, માટે પદાર્થના સ્વભાવને ઓળખીને ચાલવામાં આવે તે સહેજે સમજાશે કે પુણ્યને સ્વભાવ છે કે-તે સુખનાં સાધને મેળવી આપે છે. તેવી જ રીતે પાપ, દુઃખનાં સાધને મેળવી આપે છે.