________________
દેશના મહિમા દર્શન
શુદ્ધ સમ્યગ્ગદર્શન. એ ચીજ હંમેશાં રહે. દુનિયાની ચીજ રાખવા માગીએ તે પણ ન રહે.
બળતું રડું કૃષ્ણાર્પણ કરવા તૈયાર નથી. મનુષ્ય મરણ પામે. જો કે મેત કોઈ માગતું નથી. કંચનાદિ મને કે કમને છોડવાં જ પડે એ રીતે બળતું રડું કૃષ્ણાર્પણ કર્યું તેમાં શું ? પણ આપણે તે છેલ્લી વખતે તેટલું પણ કરવા તૈયાર નથી. મારે તે તે વખતે પણ રહેવું છે. પછી જવું તે પડે છે, જે કે આપણે જવા નથી માગતા ! છતાં આ કાયારૂપ ખેરડું રહેતું નથી કંચનાદિ અમે તેટલું રાખવા માગીએ તે પણ ન રહે.
એક વખત સમ્યકત્વ આવી ગયું તે અર્ધ પુદ્ગલમાં જરૂર. બીજી વખત આવે, તે નિગદમાં જાય તે પણ અર્ધ પુદ્ગલમાં બહાર નીકળવાનું ચેકસ. પંડિતને ને મૂખને સનેપાત થયા. સનેપાત વખતે બન્ને સરખા, પણ સનેપાત જાય પછી પંડિત તે પંડિત, ને મૂર્ખ તે મૂર્ખ. સમકિત નિગદમાં જાય તે પણ ત્યાંથી બહાર નીકળે એટલે પાછે તે સમકિતવાળો તૈયાર. સમકિતે તેને બહાર ખેંચી કાઢયે. સમકિત છોડ્યું છોડાય નહીં, એવી તે આત્માની ચીજ લેવાથી તે મેળવવા માટે આવી દુર્લભતાથી આ મનુષ્ય જન્મ મેળવ્યું છે. હવે કોઈ એવી વસ્તુ મેળવે કે જે હવે મૂકવી ન પડે. આ જીવે કયે વખતે કંચનાદિ નથી મેળવ્યાં? અનંતા ભવમાં દરેક ભવમાં તે વસ્તુઓ મેળવી, પણ અંતે છૂટી ગઈ. જે સર્વદા માટે આત્મામાં રહેવાવાળી ચીજ હેય તે તે સમ્યગદર્શન.
- પ્રથમ કઈ ક્રાન્તિની જરૂર પડે ? - જગતમાં ચાહે રાજયસંકાન્તિ હોય પણ તેમાં પહેલાં કયી સંક્રાન્તિની જરૂર પડે ? વિચારોની. કેસ અત્યારે આટલું કામ કરે છે, પણ તેણે પહેલાં વિચારની ક્રાન્તિ સુધારવા કેટલા વરસ વિતાવ્યાં? વિચારની સંક્રાતિ વગર ઊંચા માર્ગને ન પમાય. સમ્યગદર્શન પૈગલિક વસ્તુ નથી, તે માત્ર વિચારનું પરિવર્તન છે.