________________
૧૭, ધર્મની પરીક્ષા
[૧૩૭
માંગણી કરવી છે, તું ના ન કહે તે તને વાત કરું.' તે ભરાડી ચેર છે! તેને હોદ્દા પર ચડાવ્યું છે! છતાં તેને કહે છે. તેવાએય વિવેક ખાતર પણ હા પાડવી પડે.
રાજાને તે કહે છે કે “આપને મારા સરખા મામુલી પાસે માંગણું હોય? સૂચના-આર્ડર કરે, એટલે બસ છે.”
રાજાએ પેલાને કહ્યું–‘તમારી બેન સાથે હું લગ્ન કરવા માંગું છું ! હવે શું થાય ? ચાર વિચારે છે કે–આ તે માંગણી કરે છે. પણ ઝૂંટવીને લે તેય કોણ તેમને રોકવાનું છે? એમ વિચારીને કહ્યું ભલે ....સાહેબ, એમ કહી બેનને પરણાવવી પડી ત્યાર પછી કઈ વખત ચેરની બેનને રાજા કહે છે કે આપણે આટલું ધનનું કામ છે, માટે ભાઈને કહે કે “ધન આપે.” વળી બીજા પ્રસંગે રાજાએ તેણીને કહ્યું કે-“વળી આ કામ આવ્યું છે. આના માટે આટલું ધન જોઈએ છીએ, તું તારા ભાઈને કહે. ભાઈ ધન લાવીને આપે.
એમ આપતાં આપતાં છેવટે એ ભરાડી ચાર ખાલી થયે. તેની * પાસે કંઈ ન રહ્યું. બધું તળિયા ઝાટક થયું ત્યારે, નક્કી થયું કે
હવે આની પાસે કોઈ રહ્યું નથી. એટલે એ પછીથી બીજે જ દહાડે દરબારમાં “ચોર માટે ફરિયાદ કરી હતી તે આ ચોર” એમ રાજાએ જાહેર કર્યું. તેને ફાંસી આપી. તમે કહેશે કે- “તેવા, ભરાડી ચારને રાજાએ આટલા દહાડા કેમ જીવતે રાખ્યો ?” તે સમજે કે–તેની પાસેથી માલ કઢાવ હતું. તેના પંજામાં પડેલી મિલકત કાઢવા માટે જીવતે રાખ્યું હતું. તેને પાલખીમાં બેસાડીને માલ કઢાવી લીધે, ચેરની તે બધી મહેમાનગીરી માલ કઢાવવા માટે હતી. ચેરની મહેમાનગીરી ચેર તરીકે કરી ન હતી.
તેમ શાસ્ત્રકાર કહે છે કે–આ શરીર ભરાડી ચોર છે. આ શરીર આત્માનું ધન, કેવળજ્ઞાનાદિ ચેરનાર ભરાડી ચોર છે ! આવા શરીરને ભરાડી ચોર છતાં તે દ્વારા માલ મેળવી શકાય ત્યાં સુધી ફાંસી ન દેવાય. જ્ઞાન-દર્શન-ચારિત્રની આવક અંધ થાય, ત્યારે આ શરીરને અનશન દ્વારા વિસર્જન કરવાનું