________________
૨૧, પરીસંસારીનાં લક્ષણે
[૧૬૯
તે કબૂલ જ, પણ પ્રશ્ન એક રહે છે. મરુદેવા માતા કે જે કઈ દહાડે પૃથ્વી, અપાદિમાં આવ્યા ન હતા, અને કેઈ દહાડે મનુષ્યપણામાં આવ્યા ન હતા. તેમને દ્રવ્યચારિત્ર અનંતી વખત ક્યાંથી આવ્યું હશે?
વાત ખરી. તે બાબત અંગે શાસ્ત્રકાર ચેખા શબ્દમાં સમાધાન આપે છે. આપણે શાસ્ત્રકારની રીતિ સમજી લેવાની. જેને વ્યવહારરાશિમાં આવ્યાને અનંત કાળ થયે હેાય તેવા માટે મુખ્ય પ્રરૂપણ છે. દરેક જીવ દરેક જીવ સાથે અનંતી વખત માતા, પિતા, પુત્ર, સ્ત્રી આદિ દરેક સંબંધથી જોડાયે. વ્યવહારરાશીમાં આવ્યાને જેને અનંત કાળ થયે છે, તેને માટે તેનિયમ છે, અને તે માટે શાસ્ત્રકારની અનંત સંબંધની પ્રરૂપણ.
જેઓને વ્યવહારરાશીમાં આવ્યાને અનંત કાળ થયેલ છે તેવાને માટે અનંતા ચારિત્ર કર્યાની પ્રરૂપણ છે. તમારી વાત સીધા ભાવ ચારિત્રની છે અને તમે તે ભાવચારિત્ર સાથે અનંતા દ્રવ્યચારિત્ર જેડ્યાં છે, માટે જ શાસ્ત્રકારે સમાધાન નથી આપ્યું.
સમાધાન કયું આપ્યું? જેમ સ્ત્રી તીર્થકર થાય તે અનંતી ઉત્સર્પિણુએ થાય તે આશ્ચર્યરૂ૫, તેવી રીતે મરુદેવા માતાનું ભાવચારિત્ર એક આશ્ચર્ય. મરુદેવા માતા અનંતી વખત દ્રવ્યચારિત્ર પામ્યા વગર ભાવચારિત્ર પામ્યા તે આશ્ચર્યરુપ છે. એટલે આપણા માટે આપણે માનવું જ રહ્યું કે-ભાવચારિત્ર પ્રાપ્ત કરવા માટે અનંત દ્રવ્યચારિત્રને અનંત કાળ જોઈએ છે.
આ વસ્તુ શાસ્ત્રકારના મુખથી સાંભળી શિષ્યની એ સ્થિતિ થઈ તે પછી મારું શું? હું હજુ અનંતમાં ટૂંકી ગણતરીમાં ખરે” એમ શ્રાવકને થાય. દ્રવ્યચારિત્ર આવી પણ જાય-કંકા શબ્દોમાં કહીએ કેચારિત્ર મળી પણ જાય, છતાં અનંતી વખત કરવા પડે. ભાવચારિત્ર મળે તે સંક્રમણ ોિ આઠ જ ભવ કરવા પડે. ભાવચારિત્રના આઠ ભવથી મોક્ષ થઈ જ જાય. ભાવચારિત્ર આવ્યા પછી ૮ ભવમાં જ એક્ષ.
સૂર્યાભદેવ અવધિજ્ઞાની સરખાને પોતાનામાં રહેલા સમકિત ગુણના નિશ્ચયનું સ્થાન નથી, તેથી સૂર્યાભ સરખા-દેવને પ્રશ્ન કરે પડે છે કે-હે... ભગવાન ! હું સમકિતી કે મિથ્યાત્વી?