________________
૧૭૮]
દેશના મહિમા દુશન
કે મને તરસ લાગી છે. ધણી જરા નજીકના કૂવે પાણી ભરવા જાય છે. સ્ત્રીએ ધણીને ધક્કો માર્યા. ધણી કૂવામાં પડયા. રાતી રાતી, તે ઘેર ગઇ. પિયરીયાંને તે કહેવા લાગી કે-ધાડ પડી, સિંહ ધણીને ખાઇ ગયા. પિયરીયાંએ તપાસ ન કરી અને તે માની લીધું. પતી ગયું. તે પિયર રહી છે.
અહી કૂવા પાસે સાવાહ–સથવારા નીકળ્યા છે. પાણી ભરવા કોઇકે ઘડા કૂવામાં નાખ્યા. પેલા કૂવામાં પડેલા શેઠે દોરડુ પકડયું, હલાવ્યુ. અને કહ્યું-‘હું અંદર છુ, બહાર કાઢા કાંઠે ઊભેલા પુછે છે કે તું કૂવામાં કેવી રીતે? હવે શેઠે તેને શું કહેવુ...? ખનેલી ખીના કહી નહી. શેઠે કહ્યું કે પાણી લેવા ગયા હતા ને કૂવામાં પડયે. એમ કહી વાત માંડી વાળી. બહાર નીકળ્યા પછી તે પેાતાને ઘેર ગયા. તે સમજી ગચે કે ખાઈને ઘેર આવવું નથી. પેલા સથવારાવાળા શેઠ ખાઇ ને ગામ આવ્યા છે. વેવાઈ ને ત્યાં જમાઈ જીવતાંની ખબર આવી પણ કૂવામાં નાખ્યા હતા તે વાત દબાઈ ગઈ.
ઘેર આવેલ ધણીને તેના મિત્રો કહે છે કે ‘ખાઈ ને તું લઈ આવ,’ ધણી કહે : હું નહી જાઉં:'
મિત્રો કહે: તેડું કરવા જવું જોઈએ. ચાલે, તમારી સાથે આવીએ, છતાં ધણીએ ના કહી.
મિત્રા કહે કે તું ન જવાનું કારણ કહે. અંતે ગામના પાંચ જણ સાથે ખાઇને ત્યાં આવ્યા, પેલી પણ ભૂતકાળની વાત ભૂલી જઈને, સમજીને તેઓની સાથે સીધી ઘેર આવી. કેટલેાક સમય પસાર થયે તેને છેકરાંઓ થયાં.
વેપાર ધમધેાકાર ચાલે છે. એક વખત ખાપ છોકરાઓને શિખામણ આપતાં કહે છે કે ગઈ ગુજરી ભૂલી જવી અને વીતેલી ખાખત એલ્યા ન કરવી. ગઈ ગુજરીને યાદ કરી હાત-ગણી હાત તે। મારી શી દશા થાત? દરેક ગામના લોકો તેની પાસે ન્યાય કરાવવા આવે છે, તેને પણ એક જ હિત-શિખામણુ આપ્યા કરે કે ગંભીરતા રાખીએ. ગમ ખાતાં શીખીએ તો જ સંસાર-કુટુંબ નલે.” છેકરાઓને પણ દરરોજ, વારવાર આ શિખામણ આપે.