________________
૩૩, ધર્મ અને બુદ્ધિ
[૨૭૧
વારાફરતી બધા આવ્યા. સાજા થયા એટલે સગાં થવા સહુ આવ્યાં. પણ શેઠ સમજી ગયા અને દીક્ષા લઈ પિતાની છેવટની જિંદગી સુધારી.
* નિકાસના પ્રતિબંધ વગરની ચીજ કઈ? જે કુટુમ્બ માટે જીવન ગુજારીએ છીએ, તે કુટુમ્બીજને રવાના: નફાને મસાણ સુધી આવ્યા, પછી દૂર જઈ બેઠા છે. કેમ? ધન, સ્ત્રી, કુટુમ્બ એ સુખદુઃખની ભાગીદારીવાળા એ ત્રણ ન હતાં. જેના સુખ–દુખે આત્મા સુખી-દુઃખી, એવી ભાગીદારીવાળું કેઈ હોય તે માત્ર શરીર. શરીર સાથે સુખદુઃખની ભાગીદારી છે આથી “શ્ચિતાળાં કાયાએ વિચાર કર્યો કે હવે શું કરવું ? નિરાધારપણમાં ધણીની પાછળ સ્ત્રી સતી થાય, એમ હવે શા માટે શરીર ધારણ કરવું? એમ વિચારીને તેણે અગ્નિમાં ઝંપલાવ્યું.
હવે એ રીતે કાયા ચિતામાં બળી જાય, પણ આતમરામનું શું? એ તે રહ્યો એકલે-હવે એને કોણ આધાર? આખી જિંદગી જેને પકડયાં હતાં, વધાર્યા હતાં તે તે બધા આ દશામાં આવ્યા. આતમરામ જાણે છે કે નિકાસના પ્રતિબંધવાળા એ કંચનાદિ ચાર, જન્માતરમાં સાથે ન લઈ જઈ શકાય.
આવા તે ચારને જિંદગી સુધી મેળવ્યાના સરવાળામાં શું આવે? આખી જિંદગીનું સરવૈયું કાઢીએ તે સરવાળામાં શું નીકળે? માટે શાસ્ત્રકાર કહે છે કે “હે...ભ, તમે સરવાળે શૂન્યની દુકાન કાઢી છે, તે કરતાં આગળ કામ લાગે તેવી ચીજ ભેગી કરે.” નિકાસને પ્રતિબંધ ન હોય તેવી ચીજ માત્ર ધર્મ. ધર્મ એ એક ભવથી બીજા ભવ સુધી સાથે આવવાવાળી ચીજ છે. જેડે ને જેડે આવવાવાળી એવી ચીજ હોય તે માત્ર ધર્મ છે.”
એક વાત લયમાં લે. આપણું જીવન ઈન્દ્રિયે–જન્મ-ધનથી મળવાવાળું નથી ધન-સ્ત્રી–કુટુંબ અને કાયાના જોરે જીવન નથી મળતું. કેવળ ધર્મના=પૂણયના જોરે જ જીવન મળે છે. ધર્મ-પૂણ્ય તૂટે તે જીવન તટે. મનુષ્યજીવન જેવી શ્રેષ્ઠ ચીજ, પંચેન્દ્રિયપણું