________________
૨૭૪].
દેશના મહિમા દર્શન
પૈસાની લેવડદેવડ ન કરવી. ૨૫ રૂ. લેતી વખતે ગુલામ થઈને રહે, આપ્યા પછી તમારા ઘરનું બારણું ન જુવે. (૩) ઉઘરાણું કરે છે, તે વખતે પોતે દેણદાર હાજર ન હોય, ત્યારે તેની પત્ની સાથે ઊભા ન રહેવું.
એટલે અભયકુમારે વિવાદ હમણું છેડયો. નિર્ણયનું સ્થાન અહીં કયું? ધમી વધારે કે અધમ ? તેની કસોટી ન હોય. સભામાં તે વાત પડતી મૂકી. અભયકુમાર તે ચાર બુદ્ધિના નિધાન છે. તેમણે ચાર મહિના જવા દીધા. પ્રસંગ આવ્યું ત્યારે મહોત્સવ વખતે નગર બહાર ઉદ્યાનમાં એક બંગલે ધોળે અને એક બંગલે કાળે કરાવ્યો. અને ડાંડી પીટાવ કે-“કાલે ઊજાણીમાં દરેકે આવવું. ધમીએ ધોળા મહેલમાં અને અધમીએ કાળા મહેલમાં ઊજાણી કરવા જવાનું છે.”
વળતે દિવસે બધાએ ધેળા મહેલમાં જ ધામા નાંખ્યા! પાછળ ભાયાતે, સામંત વગેરે લઈને અભયકુમાર ધળા મહેલની બહાર ઊભા રહ્યા. અભયકુમારને દુનિયાને બતાવવું છે કે માનવીને ધર્મ શબ્દ તરફ પ્યાર છે, ધર્મવસ્તુ તરફ પ્યાર નથી. પહેલે એક ખેડૂત આવ્યું, તેને પૂછયું કે–તું અહીં ધળા મહેલમાં કેમ આવ્યું?
ખેડૂતે કહ્યું અનાજ પેદા કરું છું, તે ધર્મ ન કરું તે દુનિયા મરી જાય, મારી ખેતીથી આ બધા જીવે છે, માટે હું ધમ છું. તેથી આ મહેલમાં આવ્યો છું.
પછી મચ્છીમાર નીકળે. તેને અભયકુમારે પૂછયું. તેણે કહ્યું કે- જગતમાં જેટલા માંસ મચ્છી ખાવા માટે ટેવાયેલા છે, તેઓનાં જીવન હું નિભાવું છું.
ચાર આવ્યો. તેને કહ્યું કે અલ્યા, તું તે કાલે બંદીખાનામાંથી છૂટ ને આજે અહીં ક્યાંથી પસી ગયે?
ચર કહે–સાંભળો ! હું લાખ જનની આજીવિકા કરાવનારે છું. અમારી જાત કેદ-ફાંસી વેઠે છે. આખી દુનિયામાં ચકરાઈ અમારા લીધે છે. અમે ન હેઈએ તો કઈ ચકેરાઈન રાખે. એટલું નહીં પણ લુહાર-સુથાર-ચાકીદારેને રેજી મળે તે અમારા પ્રતાપે જ. અમે ન હેઈએ તે તાળાં, કુંચી, તિજારી ચોકીદારની શી જરૂર? આટલાં દુઃખ વેઠીને બંધ કરીએ તે બધા પિસાય છે.