________________
૩૩. ધર્મ અને બુદ્ધિ
[૭૫
એમ અભયકુમારે એકે એકને પૂછ્યું. ત્યારે લુચ્ચા અને લફંગાએ બધાએ આવા કિસ્સા કાઢી પિતાની જાતને ધમ પણામાં ખપાવી! ચાહે તેવી ક્રિયા કરી તેના ઉપર ધર્મને એપ ચઢાવે, તે સમજવું, કે—ધર્મ શબ્દના જ પ્યારમાં જવાયું છે, પદાર્થના પ્યારમાં જવાયું નથી. ખરેખર ધર્મપદાર્થની ઈચ્છા હોય તે બુદ્ધિને જોર આપી– ધર્મને કસીને પકડે. બારીક બુદ્ધિ રાખી ધર્મ તપાસ જોઈએ, નહીંતર બુદ્ધિ ધર્મની રહેશે અને ધર્મને નાશ થશે. '
બુદ્ધિ ધમની છતાં ધર્મને નાશ રાજા છે-રસ્તામાં ચાલ્યા જાય છે. તદ્દન ગરીબ માણસ જાનવરના મોઢામાં ફસાયે છે. રાજા તેને છેડાવે છે. હવે પેલે વિચાર કરે છે કે“રાજાએ મારા ઉપર ઉપકાર કર્યો છે. ઉપકાર ખાઈ જ તે તે જાનવર પણ ન કરે. કૂતરું જેને રોટલો ખાય તેને કરડતું નથી. પગથી ખસેડે તે પણ તેને કરડતું નથી. કૂતરું પણ ઉપકારને સમજે છે, તે હું તે મનુષ્યજાત, ઉપકાર ન સમજું તે પશુથી ગયે, માટે હું ગરીબ માણસ રાજાને શી રીતે બદલે વાળું ? જે રાજા રાજગાદીથી ભ્રષ્ટ થઈ જાય, દરિદ્રી થઈ જાય તે બદલે વળે તેમ છે માટે રાજા દરિદ્ર થઈ જાય તે ઠીક થાય, ને હું રાજાને બચાવી લઉં. જો આમ થાય તે હું મારે ઉપકાર વાળી દઉં.”
ઉપકારને બદલે વાળવાની બુદ્ધિ જોઈ! રાજા ગાદીથી છૂટે થાય મૂર્ખતાને લીધે અપકારમાં ધકેલવાની બુદ્ધિ થઈ ! તેવી રીતે અહીં બારીક બુદ્ધિએ ધર્મ જોવામાં ન આવે તે ધર્મબુદ્ધિ છતાં ધર્મને નાશ થાય.
આટલા માટે હરિભદ્રસૂરિજી કહે છે કે—ધર્મ આર્યોનું જીવન છે. પણ ધર્મને સૂક્ષ્મબુદ્ધિએ ઓળખવાની–તપાસવાની-પરીક્ષા કરવાની દરેક આર્યોની ફરજ છે. ધર્મને કાંઈ છે જ ચાખી જોવાય છે? અડયાથી–ચાખ્યાથી –સુંધ્યાથી રૂ૫ શબ્દથી ધર્મની પરીક્ષા થવાની નથી. દુનિયામાં બુદ્ધિની પરીક્ષા શાથી કરાય છે? રૂપાદિથી તેની પરીક્ષા થતી નથી, પણ વિચાર-અક્કલ-વિવેકથી બુદ્ધિની પરીક્ષા થાય છે, તેમ ધર્મની ઇન્દ્રિયથી પરીક્ષા ન થાય. તે ધર્મ છતાં અક્કલથી સૂક્ષ્મ-બારીક બુદ્ધિથી તેની પરીક્ષા થાય છે. હવે કેવી રીતે ધર્મની પરીક્ષા થાય, તે અગ્રે–