________________
[૨૬૯
૩૩ધર્મ અને બુદ્ધિ
આમ બંને વચ્ચે ગડમથલ ચાલી. હવે નિવેડે શી રીતે લાવ?
મહારાજે અને શેઠે બંનેએ નક્કી કર્યું કે–પરીક્ષા કરી નિવેડે લાવે. એક દિવસ નકકી કર્યો. શેઠ ઘેર ગયા ને સૂઈ ગયા. તે ઉઠયા જ નહીં. વાયુ રેકે, એટલામાં ત્યાં મા આવી. રડી પડી અને કહેવા લાગી કે-આના કરતાં હું મરી ગઈ હોત તો સારું થાત.” આ સાંભળીને શેઠ મનમાં વિચારે છે કે “હું કહું છું એ ખરું ને? ' એવામાં ભાઈએ આવ્યા. પેક મૂકીને બોલી ઉઠયા–“અહાહ !—ઘરને આધાર ગયો.ત્યાં તે પત્ની આવી પહોંચી અને કહેવા લાગી એ.....! મારા જીવનસાથી! આપ મને મૂકી કયાં સિધાવી ગયા?”
એમ મા–બાપ-પત્ની–ભાઈએ બધા આવ્યા. શેઠને થયું– મહારાજ, મારું કહ્યું માનતા ન હતા, પણ જોઈ લે. આ તે માત્ર મારે ટૅગ છે, છતાં ઢંગના વખતમાં પણ આ બધાની આવી સ્થિતિ છે. આમ વિચારી શેઠ પિતાના વિચારમાં મજબૂત થયા–પિતાની ધારણું ખરી પડી એમ થયું. એવામાં પ્રથમથી કરી રાખેલા સંકેત પ્રમાણે મહાત્મા તે ઘર પાસેથી નીકળ્યા. સંબંધીઓને પૂછ્યું “શું છે? કહ્યું કે-“શેઠ તમારે ત્યાં ઉપાશ્રયે આવતા હતા, તેમને એકાએક કંઈ થઈ ગયું ! અવાચક થયા છે ! બેલતા નથી.”
મહાત્મા કહે-હે...(પતે તે સંકેત જાણે છે.) ઉપાય કરીએ. કહીને લોટામાં પાણી મંગાવ્યું. દૂધ મંગાવ્યું. કાચના ગ્લાસમાં દૂધ-પાણી ભેગાં કરી એક પડીકી નાંખી. પોતે મંત્ર ભણવાને ટૅગ કર્યો. પછી પડીકું પાણીમાં નાંખે છે. જેમ મંત્ર ગણુતા જાય, તેમ પાણીના રંગ જુદા જુદા થતા જાય છે. એવામાં અવાચક શેઠ લગીર હાલવા લાગ્યા. પછી મહારાજ કહે છે કે “એક વાત છે. આ સંપૂર્ણ સાજો થાય કયારે ? કે જ્યારે એને બદલે બીજા જવા તૈયાર થાય તે જ. બીજાને ભેગ આપીએ તે શેઠ ઊભા થાય. શેઠને સાજા કરવાની ઈચ્છાવાળાએ મંગેલી આ દવા પીવા સાથે મરી જવું પડશે.”
હવે બીજાને કહેવા લાગ્યા “ડોશીમા! તમે ઘરડાં થયાં છે, માટે તમે પી જાવ.” - -