________________
દેશના મહિમા દર્શન
પ્રયત્ન કરે–પ્રથમથી શરુઆત કરે. એકડો ઘૂંટ નથી તેને ગણિત શી રીતે શીખવવું? જેઓને “વર વરે ને કન્યા વરે પણ ગેરનું તરભાણું ભરે છે.” બસ મારું જ કરે. ત્યાં સ્વભાવને માત્ર વિચાર છે, પણ પરને વિચાર જ નથી, પરના હિતમાં રાજી થવાતું નથી.
એક ઘર છે. એ ૧૦૦૦૦ રૂ. થી વેચ્યું, બીજાએ લીધું. તેની ૨૫ હજારની કિંમત થઈ તે તરત મનમાં થાય કે-૧૫ હજાર મફતના તે ખાઈ ગયે. તેં દીધું અને તેણે લીધું છે, છતાં તેને ન મળે તેમાં મનમાં એ થયું ! કેમ? તેને મળ્યા તેમાં તું નારાજ, બીજાના લાભમાં પણ આપણને બળતરા થાય છે. તેવી રીતે ૧૦,૦૦૦ ની કિંમત ઘટી ગઈ, તે? તરત કહે કે- લેલેતે જા.” બીજાના લાભને અંગે નાખુશ અને હાનિને અંગે ખુશ થવાની આદત પડી છે.
વિશ્વ તરફ શુભ નજરની આશા શી રીતે રાખી શકાય? માટે અહીં પ્રથમ વિશ્વ શબ્દ મૂકે. અવિભક્ત ભાઈને અંગે જેમ થાય તેમ વિશ્વને અંગે થવું જોઈએ, કારણ જગતમાં કેઈ વખત આપણે તુચ્છ દષ્ટિ આપણને કેવી સ્થિતિમાં મૂકે છે? છોકરી કાકાને ત્યાંથી ચીજ લઈ ગઈ. બે વરસ પછી છોકરાનાં લગ્ન તેની સાથે થયાં. દુનિયામાં શત્રુ કાળાંતરે મિત્ર થાય, મિત્રો શત્રુ થાય છે. શાસ્ત્રના હિસાબે કશે પણ સંબંધ નિયમિત નથી. આ ભવના પુત્રો પરભવના
શત્રુ પણ થાય. આ વિશ્વમાં કશે નિયમ નથી તેથી સમજુ મનુષ્ય જગતને નાટક તરીકે ગણે છે.
આ જગતમાં પણ જીવ ક્યા ભવમાં, કઈ સ્થિતિમાં, કયા સંબંધમાં આવે તેને પત્તો નથી, માટે વિશ્વ” શબ્દ લીધે છે. અહીં સમુદાય દષ્ટિ નહીં રાખીએ તે શું થાય? જે તું કરે તે વિશ્વને નજરમાં રાખીને કર.” “વિશ્વ' શબ્દ પછી માતૃત્વ, પુત્રત્વ ન લીધું ને બંધુત્વ કેમ લીધું ? બંધુ એ જુદા રહ્યા છતાં બધે સંબંધ જાળવવાનું રહે છે. મા દીકરાને-પુત્ર બાપને જુદા રહેવાનું, આર્યશાસ્ત્રમાં કહ્યું જ નથી. માતા પુત્ર-પિતાપુત્ર જુદા રહે તેને આર્યજીવનમાં સ્થાન નથી.