________________
છે દેશના
ધર્મ અને બુદ્ધિ
( ૩૩.
રિઝSSES
(૨૦૦૦ પોષ વદી ૮ બુધ, વડોદરા, કઠોળ) सूक्ष्मबुद्धया सदा ज्ञेयो धर्मो धर्मार्थिभिनेरे
अन्यथा धर्मबुद्धयैव, तद्विधातः प्रसज्यते ॥ શાસ્ત્રકાર આચાર્ય ભગવાન હરિભદ્રસૂરિજી મહારાજ ધર્મોપદેશ આપતાં આગળસૂચવી ગયા કે મહાનુભાવે, તમે તમારા જીવનમાં, વસ્તુઓ મેળવવાના પ્રયત્નમાં મથી રહ્યા છે. વસ્તુ મેળવવાના
પ્રયત્નમાં દિવસે દિવસે વધે છે. ચીજ મળે તેમ સંતેષ પામતા જાવ છે, ને અધિક મેળવવા માટે ઉદ્યમ કરે છે. પણ તમે કઈ ચીજ મેળવે છે, તે વિચારે છે? બાળકે લેશન કરવાનું છોડી કેઈકના મકાન બંધાવવા માટે આવેલી ધૂળમાં મકાન, બાગ-બગીચા, વાવડી બનાવે, તેમાં બાળકો પરસ્પર કદાચ લડે પણ ખરા. પછી ખાવાને વખત થયે એટલે તે બધું મૂકીને ચાલ્યા જાય. પછી કરેલા બંગલાનું શું થાય? તે જુએ છે?
બચ્ચાંની ધૂળ ખેલવાની રમત જેવી આપણી સંસારની રમત છે. માત્ર તેમણે તેમાં ધૂળની માલિકી પણ માની નથી. આ ધૂળમાં બંગલે ચણે તેને અંગે બાળકે લડાઈ કરી. આપણે પણ ચાર ચીને ભેગી કરવા મથીએ છીએ, વધારે કરીને સંતોષ માનીએ છીએ. કંચન– કામિની-કુટુમ્બ અને કાયા. આ ચાર બાહ્ય ચીજ મેળવવા માટે ઉદ્યમ કરીએ છીએ, તેથી સંતોષ માનીએ છીએ, ને વધારવા પ્રયત્ન કરીએ છીએ. આખો કિમતી જન્મ તેમાં ગુમાવીએ છીએ, એ ચારની અપેક્ષાએ અત્યંતરની ચાર વસ્તુ આહાર-શરીર-ઈન્દ્રિયને વિષે પણ મેળવવા માંગીએ છીએ. જો કે તેમાં પલટો ખાતા રહીએ છીએ, એક સ્થિતિમાં રહેતા નથી.