________________
૩૩. ધર્મ અને બુદ્ધિ
રિ૬પ
તદ્દન નાની ઉમ્મરમાં હતા ત્યારે ખાવું-ખાવું ને ખાવું હતું. દર્પણ બતાવે ત્યારે પણ તેને ખાવાની ચીજ ગણી. આંગળી-લુગડું ચુસણીયું વગેરે જે હાથ ચડે તે બધું ખાવા મંડીએ. લાકડાનું ચુંબણાયું માબાપ આપે અને આપણે તેને ચુંબીએ, તે માત્ર ખાવાની ટેવ હેવાને લીધે. આમ ખાઉં ખાઉંની ટેવમાં ચુંબણીએ પહોંચ્યા. તેમાં રસ કાંઈ નથી. પહેલાં જન્મની સાથે ખાવાની ટેવમાં આગળ વધ્યા. પછી અવાજમાં ઘંટડી વગાડે એમાં વધ્યા. તેમ ક્રમે ક્રમે ઈન્દ્રિયેના વિષયમાં વધ્યા. લગીર ઉંમર થઈ ત્યારે અભ્યાસ પર વધ્યા, એમ કરતાં આગળ વધી કમાવા પર ગયા, એટલે ચેપડીઓ કબાટમાં ! પછી કમાવાની ટેવમાં ગયા, પછી કુટુમ્બમાં ગુંથાયાં, પછી શરીરની માવજત. તેમાંથી કયી સ્થિતિમાં આવીએ છીએ?
રાજીનામું અને રજા સમજુ નેકર હોય તેને માલુમ પડે કે શેઠ રજા દેવાના છે, તે જાતે રાજીનામું આપી દે. રાજીનામું ન આપે અને શેઠ રજા દે ને નીકળવું પડે, તે કેવો ગણાય? એક વસ્તુ ચોક્કસ સમજીએ છીએ કે-“જ્ઞાતæ દિ પ્રાં મૃત્યુઃ ” જન્મવાવાળાને મરણ ચોક્કસ છે. મરેલાને જન્મવું તે ચોક્કસ નથી. જેમકે–મોક્ષ પામેલને જન્મ નથી; જન્મેલાને મૃત્યુ તે ચેકકસ જ છે. મરણ નક્કી જાણુએ છતાં દવા–દાકતરમાં ઉદ્યમ થાય, પણ સિરે કરવાનો વખત આવે છે? રાજીનામું આપવાને વખત આવે છે?
ત્યાગ કરીને નીકળે, તે રાજીનામું દઈ નીકળે. આડા પગે કાઢે, ઊભા પગે ન નીકળાય. આડા પગે નીકળાય. આમ બન્યા કરેતેમ બને તે બાળકની ધૂળની રમત અને આપણી સ્થિતિ તેમાં ફરક શો ? બાળકે ધૂળની રમતમાં પડતાં અભ્યાસ છે, માબાપે માર માર્યો, કપડાં મેલાં કર્યા. તે ધૂળની રમતમાંથી શું લાવ્યા ? લુગડાં–શરીર મેલાં કર્યા અને શિક્ષકને માર ઊભું કર્યો, એ કે બીજું કાંઈ? તેમ અહીં આપણે શું ઊભું કર્યું?