________________
ર૯. આત્માના પ્રકાર
[૨૩૭
ધર્મ–દાન–શીલ-તપ-ભાવ કરવાં છે, પણ અડચણ ન આવે તે ! આવા વિચારવાળાને તે સગવડીયામાં ધર્મ ન બની શકે નિશ્ચયના પંથે જાય તે જ કાર્ય સાધી શકે, કાર્યનાં સાધને ન મેળવે, તે કાર્ય સાધી ન શકે. કાર્યનાં સાધને જાણીને તેને સંગ્રહ કરે, તે તેટલું જ જરૂરી છે.
દિવાસળી, રૂ, કેડીયું, દીવેલ વગેરે પાસે જ છે, પણ દિવાસળી ઘસીને દીવે ન કરે તે અજવાળું કયાંથી થાય? તેવી રીતે સાધને મેળવનાર રચનામાં ન આવે તે કાર્યસિદ્ધિ ન કરી શકે કાર્ય કરવાનો નિશ્ચય પછી સાધન મેળવવાં. પછી કાર્યની રચના તે જ
દશન, જ્ઞાન ને ચારિત્ર. મેક્ષ મેળવે તે નિશ્ચય તે સમ્યક્ત્વ, તે સમકિત.
પ્રાચીનકાળમાં સમકિતનાં વચને એ જ રૂપે જાહેર હતાં કે મામ તે જ્ઞાનદર્શનચારિત્રનાં જે સાધને તે જ અર્થ, તે જ પરમાર્થ. તે સિવાયના બધા અનર્થ રૂપ, આ નિશ્ચય તે જ સમકિત. એ શાસનની કાબેલિયત મેળવ્યા પછી જ આશ્રવને ત્યાગ આદર. આ બધું કરવું તેનું જ નામ ચારિત્ર.
મેક્ષને દઢ નિશ્ચય તે જ સમકિત. તેનાં સાધને જાણવા તે સમ્યગ જ્ઞાન, તેને અમલમાં મૂકવા તે ચારિત્ર આ ત્રણ ચીજ હોય તે જ આત્મા. દર્શન, જ્ઞાન, ચારિત્ર જ આત્મા. એકેન્દ્રિયના આત્માનું લક્ષણ, તેવું જ સિદ્ધાત્માનું લક્ષણ. વિષય, કષાય, આરંભ, પરિગ્રહને ચૂંથનારા સાથે આત્માને નથી લેવા, પણ અપ્રમત્ત સાધુમહારાજના આત્મા તે જ દર્શન-જ્ઞાન-ચારિત્ર આત્મારૂપ છે.
અંકુર–છોડ-પાંદડાં થશે ત્યારે અનાજ થશે. આત્મા, જ્ઞાનદર્શન–ચારિત્ર રૂપે ક્યારે ખૂલે થશે વ્યાવહારિક જ્ઞાનાદિક આદરીશ ત્યારે, તે નિશ્ચય પ્રાપ્ત થશે. હવે વ્યાવહારિક જ્ઞાન, દર્શન, ચારિત્ર કયા? તે દ્વારા તે નિશ્ચયના દશનાદિક કેવી રીતે સધાય? તે અગ્રે –