________________
૨૫૦].
દેશના મહિમા દર્શન કિંમતી ગણે. તેમ એક ધર્મ ચીજથી અનેક વસ્તુ મળેઃ લાંબું આયુષ્ય, મનુષ્યપણું વગેરે ધર્મથી મળે તે ધર્મ પદાર્થો કિંમતી છતાં ધર્મ કુરસદ હેય તે કરીએ. બીજી વસ્તુમાં ફુરસદ ન મળે તે નથી કરતા તેમ બને છે? ફરસદ ન મળવાથી પૈસા–સ્ત્રી-કુખ–શરીર ન સંભાળ્યા તેવા કેટલા દહાડા ગયા ?
ધર્મ : એરમાન માતા ઓરમાન માતાને શેક્યના છોકરાને લજજાએ ખાવા-પીવા આપવું પડે, પણ અંદરથી હૃદય કેરું ધાકેર હોય. વ્યવહાર બધે સાચવવો પડે–અંદર કશું ન હોય. આઠ ચીજોની સગી માતા, તે ધર્મ અને તે ધર્મથી આઠ ચીજો મળવાની છે. અહીં ધર્મ નિઃશ્રેયસૂ–અભ્યદય માટે કહ્યો છે. ધર્મથી મેક્ષ ન મળે તો સ્વર્ગાદિક મળ્યા, પણ ધર્મનું ફળ સ્વર્ગાદિક જ નથી. કલકત્તા માટે મુસાફરી કરી. વચમાં નાગપુર મુસાફરખાનામાં રહ્યા, તેમાં નાગપુરનું મુસાફરખાનું ફળ નથી. તેમ ધર્મ કરતાં વચમાં આયુષ્ય પૂરું થાય. તેથી દેવલેક મળે, તે વિસામો તરીકે છે. ધર્મથી જીવેને મેક્ષના ધ્યેયથી ધર્મમાં પ્રવર્તવાનું હોય, તેથી વચમાં દેવલેક મળે તે તે વિસામા તરીકે છે. મોક્ષ માટે અમુક કરું છું, તેમ સ્વર્ગ માટે કરું છું તેમ નહીં. અહીંથી મોક્ષ ન પમાય તે દેવલેક તે છે જ. અહીંથી બનારસ સ્ટેશન તે કલકત્તા જવા માટે અનુકૂળ વચલું સ્ટેશન છે. કલકત્તે પહોંચવામાં એક દહાડે ચાલે જ નહીં. આથી વચમાં વિસામે લે.
પુણ્ય-પાપની ચતુર્ભાગી. ધર્મિષ્ઠોને જે સાધને મળે તે સાકરની માખ જેવાં છે. મીઠાશ પણ લે અને તેને ઊડી જવું હોય ત્યારે ઊડી જાય. શ્લેષ્મની માખ તેમાં લપટાઈ રહે. જગતમાં શ્લેષ્મની માખ જેવા માણસે નથી તેમ ન કહેવાય. તે વખતે જ્યારે મેક્ષ પામવાનું છૂટું હતું, તે તે વખતે પણ બધા તે મોક્ષે જતા ન હતાને? નવકાર ગણીએ તેમાં સર્વ પાપને નાશ કહીએ છીએ. સર્વ પાપને નાશ થાય તેમ ધારણા રાખવાની. તે ધારણું ભવાંતરે ફળીભૂત થાય.