________________
૩૧. ઓરમાન પુત્ર જે ધર્મ
S
.
નારકીનાં સ્થાને પણ અશાશ્વતાં છે. અશાશ્વતાં છે તે બધે. આ જીવ ભટક. તં નથિ છે પણ વાળને ઉપરનો ભાગ અણી, તેને પણ ખૂણે. તેટલે ભાગ માત્ર પણ ૧૪ રાજકમાં ખાલી નથી કે જ્યાં સર્વે જીવ અનંતી વખત જમ્યા મર્યા ન હોય.
લુવારીયા પ્રજા ભટકતી કહેવાય છે, તેમ આપણા જીવની જાત ભટકતી છે, તેથી સંસાર શબ્દ રાખે છે. ઉપસર્ગ ધાતુ ન સમજે, ને સારી રીતે સાર તે સંસાર કહે, પણ ઉપસર્ગ સાથે જોડાય તે ધાતુ કહેવાય. સર–સરકવું–ખસવું. તે પણ અત્યંત ખસવાનું જ છે. જેમાં ખસવાનું છે, તેથી સંસાર. જેમાં ચારે બાજુ રખડવાનું છે તેથી “સંસાર” શબ્દ રાખે.
નિકાશને પ્રતિબંધ અને પ્રતિબંધ વગરની ચીજો.
એમાં એક નવા વિચાર કરવાનું છે. લુવારીયા પ્રજા પિતાની ચીજ-વસ્તુ ટેપલામાં ભરીને સાથે લઈ જાય છે. મૂકીને ન જાય. આ એવી પ્રજા કે બધું પેદા કરે ને મૂકી જાય. ચાર ચીજ આપણે પેદા કરીએ છીએ કંચન, કામિની, કુટુમ્બ અને કાયા. આ ચાર બાહ્ય વસ્તુ છે. આહાર, શરીર, ઈન્દ્રિય અને તેના વિષયે આ ચાર અત્યંતર વસ્તુ છે. બહારની ચાર વસ્તુ પણ નિકાશના પ્રતિબંધવાળી. આ ભવમાં છે ત્યાં સુધી ચાલે તેમ ફેરવે. આ ભવ છેડે, તે વખતે નિકાશને પ્રતિબંધ.
અબજો પાઉન્ડ તમારી પાસે હોય તેમાંથી એક ફૂટી બદામ પણ સાથે લઈ જવાની નહીં. ચક્રવતીને ૧૯૨ હજાર સ્ત્રી છતાં એક પણ સાથે લઈ જઈ શકાય નહીં. ૫૬ કુળ કેટી યાદવમાંથી એક કુટુમ્બીને કૃષ્ણજી સાથે લઈ ન ગયા. હજાર જેજનના શરીરમાંથી ટૂકડો પણ ભવાંતરમાં સાથે ન લઈ જવાય. લુવારીયા પ્રજા છે, તે ભટકતી જાત કહેવાય, પણ તેને મેળવેલ માલ સાથે લઈને ફરવાનું. આહાર આપી જિંદગી કરીએ. એક સમય પણ આહાર વગરને નહીં. શરીર ઈન્દ્રિયે બાંધીએ, વિષયે પુષ્ટ કરીએ, પણ ચાલ્યા ત્યારે બધું અહીં મૂકીને જવાનું. ખાનગીમાં મૂડી ભેગી કરીએ તે પણ આખર તે છોડવાની જ.