________________
૨૯. આત્માના પ્રકાર
[૧
વખત નાપાસ થયા છતાં હજી આ આત્માને વિવેક ન આવ્યેા. હિરાત્મા જ રહ્યો, પરંતુ જેને તે છૂટે છે, તે જડ પદાર્થો છે તે તત્ત્વરૂપ નથી.
મૂળ વસ્તું આત્મા છે. તેના આડમ્બર થાય છે. ખુદ વસ્તુને ખ્યાલ આવતાં નથી. ખુદ વસ્તુને અંગે વિચારતાં જણાવ્યું છે કે–જે વસ્તુ હુંમેશાં તમારી છે, તમે એ રૂપે જ છે તે આત્મા છે. તેને અંગે તમને વિચાર સરખાયે પણ નથી. રાડા, રૂપિયા માટે હજારાના મુનિમે રાખ્યા. રાત દિવસ તે માટે મથ્યા-મહેનત ઉઠાવી. આત્મા માટે નાની નોટ પણ હિસાબ માટે ન રાખી. કેમ ? તેની કિંમત સમજ્યા નથી. જેની કિમત સમજવામાં આવે તેના પ્રતિ આદર થાય. કિંમત સમજ્યા પછી આદર ન કરે તે ? ભરત મહારાજા ખેાલ્યા છે કે–જગત નાસ્તિકને ખરાબ કહે છે ! ના. નાસ્તિકા ખરાબ નથી, હું ખરામ છું. દૃષ્ટાંત કહે છે
અવેરી અને મૂખ
ઝવેરી દુકાને બેઠો છે. એવામાં એક ગમાર નીકળ્યેા. ઝવેરીના હાથમાં ગમારે હીરા આપ્યા છે. તેને તે ગમાર, ચળકતા પથ્થર કહે છે. શેઠ છોકરાને રમાડવા તે પથ્થર લેશે, એમ ધારીને તે ગમાર શેઠ પાસે આવ્યેા છે.
શેઠ ! આ પથ્થર લેવા છે?
શેઠે કહ્યું-શું લેવુ' છે ?
પેલા કહે-પાંચ રૂપિયા. શેઠે જોયુ કે કંઈ આછુ થશે. એ રૂપિયા આવશે. ગમાર તે તેને પથ્થર જાણે છે તેને પથ્થરની જાત તરીકે ઓળખે છે. વિચારે છે કે-આ શેઠ બહુ ખહુ તે ૩ રૂપિયા આપશે, ત્રણથી આગળ કયાં લેવાના છે? આમ વિચારીને પાડોશી ઝવેરીની દુકાને ગયા. ઝવેરીએ કહ્યુ` કે-હીરો છે. ગમાર કહે ગમે તે હાય મારે તો પાંચ રૂપિયા જોઇએ. તેને તુરત પાંચ રૂપિયા આપી દીધા. ગમાર રૂપિયા લઈ ને પાછા ફર્યાં. પહેલા ઝવેરીએ તેને એટલાન્ચે અને કહ્યું કે-અરે, આપ....આપ. ગમારે કહ્યું-એ તે આપી દીધો.