________________
ર૯. આત્માના પ્રકાર
[૨૨૯
- “હું દષ્ટિ કયાંથી આવી? મેહાધીન આત્મા સ્વરૂપને જાતે નથી. ચાર બહારની વસ્તુ મેળવે. કંચન, કામિની, કુટુમ્બ અને કાયા એ બહારની ૪ વસ્તુ. આહાર, ઈન્દ્રિય અને તેના વિષયે તે અંદરની ચાર વસ્તુ. આ જીવ, તે આઠ વસ્તુ મેળવવા માટે મહેનત કરે છે. ને તેમાં હું માનીને ભવ પૂરે કરે છે. પણ આત્માને અંગે “હુંપણું આવવું જોઈએ તે આવતું નથી.
જેવી રીતે મુસાફરને ધર્મશાળા સાથે સંબંધ નથી, તેમ આ ભવમાં વિસામે કર્યો છે. ત્યાંથી આગળ જવાનું છે. મુસાફર ધર્મશાળા લઈ જઈ શકતા નથી. આ આત્માને પણ અહીંથી કશું લઈ જવાને હક્ક નથી. આઠ ચીજો નિકાશના પ્રતિબંધવાળી છે. એકમાંથી અંશને પણ નિકાશ થઈ શકતો નથી. કંચન-કામિની-કુટુઅ અને કાયા કે તેના અંશને પણ નિકાશ થતું નથી. તે ચીજોમાં આપણે મૂંઝાયા છીએ. અત્યંતર વસ્તુ માટે વિચારીએ તે કેઈ ધર્માદા તરીકે પણ ન લે.
શરતી પ્લેટ એક શહેર હતું. તેમાં વસાવવા માટે જમીનના પ્લેટ પાડયા. જાહેર કર્યું કે-“પટ્ટે આ આપવાના છે.” પણ નીચેની શરતે પ્લોટ આપવાના છે. અમે કહીએ તે પ્રમાણે-અમારા નકશા પ્રમાણે મકાન બાંધવું. તે મકાનમાં દર વર્ષે આટલે વધારે કરવાને, ને જનાનું રક્ષણ કરવું. તેમાં ખામી રાખે તે જેટલા વરસને પ જમીન લે તેની રકમ પહેલેથી દરબારમાં ભરવી. વરસે વરસે ભાડું માંગવા નહીં આવે. તેમાં મકાન ચણવામાં વધારવામાં-રક્ષણમાં ગફલત કરે તે દંડ કરી, તે દંડની રકમ તેમાંથી જમે કરાશે. તેમાં તમને ખબર નહીં આપવામાં આવે. તે રકમ પૂરી થાય પછી તેથી ૧૦ ગણી રકમ આપે તે પણ તે મકાન પાછું નહીં મળે. એટલું જ નહીં પણ તમારી રકમ પૂરી થયાની તમને નોટીશ પણ નહીં આપીએ. જે વખતે રકમ પૂરી થશે તે વખતે અમારે માણસ આવશે. ત્યારે ખાલી હાથે તમારે બહાર નીકળી જવાનું. બેતિયા પણ મૂકીને નીકળી જવાનું.” તે લેટ કેણ લે?