________________
આત્માના પ્રકાર
(૨૦૦૦ પોષ સુદી ૮ વેજલપુ-પંચમહાલ)
નિશ્ચય વ્યવહારના સમ્યક્ત્વાદિક. કલિકાલસર્વજ્ઞ શ્રી હેમચંદ્રસૂરીશ્વરજી ધર્મોપદેશ આપતાં આગળ સૂચવી ગયા કે–આ સંસારમાં સકળ જાતિ, ગતિ, યોનિમાંના સકળ જીવના ભેદમાં એક શબ્દ વ્યાપીને રહે છે. કેઈ જીવને.નિને, ગતિને એ કઈ ભેદ નથી, કે જેની અંદર “હું” શબ્દ વ્યાપક ન હોય. કયા જીવમાં હું નથી ? “હું” સુખી, રેગી, નિરોગી છું. દરેક વ્યવહાર વિચાર “હું” શબ્દની સાથે રહે છે, પણ બહું ને કેયડે ઉકેલાયેલ નથી. દર્પણ હાથમાં છે, સુંદર છે. પણ કાચ અવળી બાજુ છે. તે મેટું શી રીતે દેખાય ? મોઢા તરફ કાચ હોય તે પ્રતિબિંબ દેખાય.
“” દરેકના ખ્યાલમાં છે, પણ “હું” એટલે કોણ? તેને વિચાર આવ્યું નથી, તેથી શાસ્ત્રકાર મહારાજ, આત્માના ત્રણ સ્વરૂપ કહે છેઃ બહિરાભા, અંતરાત્મા, પરમાત્મા. “હું”માં શરીર, કુટુમ્બ, કંચન, સ્ત્રી ઘર, બહાર, હાટને લે, ને તેમાં નુકશાન થાય તે “હું” મરી ગયે, એમ બૂમ મારી ઉઠે છે! તે આત્મા તે બહિરાત્મા. પાંજરાની સળી ભાંગી તેમાં પિપટ મરી જાય ! એમ કંચનકામિની વગેરે બાહ્ય ચીજ, જેને આત્મા સાથે સંબંધ નથી. છતાં પૈસા વધ્યા તે “હું વળે, અને કાયા જવાથી બહુ મર્યો કહે છે ! તે પૈસામાં છે શું ?
રાતને વખત છે, વિશ્વાસુ મુનિમ છે. તિજોરી ખૂલ્લી કરી ૧, ૨, ૩, ૪, ૫, કોથળીઓ ઉપાડી. ભાર લાગે. દાંતે ચાવવા માંડી. દાંત ખરા થવા લાગ્યાં. નાકે દીધી. ગંધ ન આવી તે રૂપિયાથી શું સુખ થયું? તે સુખ શામાં ? શરીરે ખૂચે છે, ગંધ આવતી નથી, તે તે પૈસા બાહ્ય સુખનાં સાધન તરીકે છે. પૈસામાં સુખને ઉપચાર કર્યો.