________________
ર૮, “હું” એટલે કેણ?
[૨૫
મરણ ચક્કસ છે.) આ દરેકની વચ્ચે સિંકદર કહે છે કે-હમ જન્મ હે તે મને ચોક્કસ. એક વાત ખ્યાલમાં લઈ લો. જે વખતે હું મરી જાઉં ત્યારે મારી કબરની પાસે બધી સ્ત્રીઓને ખડી કરવી ભંડારને ઢગલો કરે. જેટલા વૈદ્ય હકીમ હેય તેટલાને ત્યાં ખડા કરવા. બડે બડે હકીમ હૈ ઉન્હોંને નનામી ઉઠાની. સબ લશ્કર કે ઉધર ખડા રખના.”
બાદશાહને હુકમ તેમાં “કેમ?” કહેવાને વખત ન હોય. રાજસંકાન્તિ વખતે રાણુઓ બાર હોય તે લાવી લાવીને અહીં રાખવી પડે. છૂટા ભંડારને સીલ મારવા પડે. લશ્કરને સીમાડા પર રાખવાને વખત છે. તેમ અહીં સિંકદરને સંકાતિવખત હોવાથી હકીમ વૈદ્યો પશ્ચાત્તાપમાં હોય, પ્રધાને દિવાને, રાણીઓ વગેરે નિરાશ થયા હોય, તે વખતે બાદશાહને આ અવાજ કઈ સમજી શકતું નથી. સિંકદર કહે છે કે-દિવાનજી, શું વિચારે છે? મેરા કનેકા તત્વ
ખ્યાલમેં નહીં આયા? હું દુનિયાને એ બતાવવા માગું છું કેકઈ એવું ગુમાન રાખતા હે, કે-હકીમ દાક્તરેથી જીવી શકીશું તે તે ખોટું છે. આટલા વૌદ્યો હોવા છતાં જુઓને, મને જ મૃત્યુના મુખમાંથી બચાવવા કેઈની તાકાત નથી. કેઈ સ્ત્રીઓ પણ બચાવી શકતી નથી. આ ભંડાર પણ બચાવવા તૈયાર નથી. ધનથી પણ બચી શકાતું નથી. જનાને અને પ્રજાને એક ક્ષણની પણ જિંદગી આપી શકતું નથી. આખા લશ્કરની પણ તે તાકાત નથી.
દુનિયાને મારે એ જ બતાવવું છે કે કઈ પણ અભિમાન ન કરે કે-હું સારી સ્ત્રી, પુષ્કળ ધન, અખૂટ બળ અને અગણિત લશ્કરવાળો છું. બધાંને તે બધું નસિબથી પ્રાપ્ત થાય છે. બધું માત્ર જોવાનું છે. તેમાંનું કોઇ સ્વનું કાર્યસાધક નથી.”
હવે વિચારો કે-“હું” શબ્દથી શરીર, કુટુમ્બ, ધન, સ્ત્રીઓ લેવા માંગીએ તે શું થાય? તેમાંના એકેયની શાખા પરભવમાં નથી બધાની દુકાન કાછિયાની છે. વહીવટી તંત્ર નથી. દીયા, લીયા ને ભૂલ ૧૫