________________
૧૯૨]
દેશના મહિમા દર્શન
દાનવાળા પણ નથી. બાંધી મુઠ્ઠીવાળા લુચ્ચાઈ કરી શક્તા નથી, માટે પોલે રાખતા હોય છે. એવી જ્ઞાનશક્તિ, તપશક્તિ, દાનશક્તિ, મનુષ્યપણાનું ભૂષણ નથી.
' વિદ્યા, તપ, દાન સાથે પવિત્ર વર્તન હોય, તે જ શોભાવાળું છે. પવિત્ર વર્તનવાળું દાન-તપ-વિદ્યા શેભાપાત્ર છે. તે ન હોય તો તેવાઓનાં વિદ્યાદિક મનુષ્યપણાને ભાવનાર ન બને, માટે પવિત્ર વર્તન જોઈએ. તેથી પાંચે ઈન્દ્રિ ઉપર કાબૂ મેળવનારા તેઓ થાય. ક્રોધાદિક ઉપર કાબૂ મેળવનારા થાય. તે નવ ઉપર કાબૂ ન રાખે તે બીજા ગુણે શભા પામી શકતા નથી. એ નવ પર કાબૂ હોય છતાં જે જે લાયક ગુણે જોઈએ, તે ન આવ્યા તો તે દારુડીયા જેવા ગણાય, માર્ગાનુસારીને અંગે ૩૫ અને શ્રાવકને અંગે ૨૧ ગુણે કહ્યા છે. લાયકપણ સાથે રહેવાવાળા ગુણે ન હોય તો તે મનુષ્યપણને શોભાવનારા ન બને. નિર્વ્યસનપણું ગુણ સાથે જોઈએ. આટલું બધું છતાં પણ એક વાત ધ્યાનમાં રાખવાની.
દમણ ગયા હશે. જૂનું ને નવું દમણ છે. વચમાં ખાડી છે. બે ભાગે શહેર છે. શેઠ બીજા શહેરમાં જવા હોડીમાં બેઠા. શેઠને ખલાસીએ પૂછયું–કેટલા વાગ્યા છે ? ઘડિયાળ બતાવ્યું. જે. ખલાસી કહે-હું જોતાં શીખે નથી. એ બે આંકડા વાંચતા આવડતા નથી. તેવામાં ટાવરમાં ટકેરા વાગવા માંડ્યા. શેઠે કહ્યું-ગણુ ખલાસી કહેગણતાં શીખે નથી. શેઠે કહ્યું–તારી અડધી જિંદગી એળે ગઈ
એવામાં વચમાં ખડક આવે. ખલાસીએ કહ્યું-શેઠજી ! તરતાં આવડે છે?” શેઠે ના કહી.
ખલાસીએ કહ્યું –તો સમજો કે–તમારી તે આખીયે જિંદગી પણીમાં ગઈ. વહાણ ડૂખ્યું અને શેઠ તરવાનું ન જાણે તેથી શેઠની આખી જિંદગી ગઈ! વેપારી હતો, ભણે હતો છતાં જિંદગી ગૂમાવી. કેમ? તરવાની આવડત વિના. એમ આપણે ભવમાં-સંસારમાં વહી રહ્યા છીએ, તે વખતે વિદ્યા-તપ-દાન–શીલ મેળવ્યાં, પણ તરવાનું સાધન ધર્મ ન મેળવ્યો હોય તો શું થાય? તરવાનું ન જાણતા હોવાથી શેઠે બધું ગુમાવ્યું.
તમારી આવતા ભવની બેંક કેશુ? અહીંનું કરોડોનું નાણું, સ્ત્રીઓ ગમે તેટલી હોય છતાં તે ત્યાંની બેંક ચેક સ્વીકારે તેમ નથી. પર્વત જેવડી કાયા હોય તો પણ ત્યાં નહીં સ્વીકારાય. ત્યાં ઓફિસ કોની છે ?