________________
૨૬. નીતિ-ન્યાયને જણાવનાર તે “નર
રિક
તે વ્યાકરણની અપેક્ષાએ 7 ધાતુ નયે. નીતિ જાળવનારી કોઈપણ જાતિ ચારે ગતિમાં હોય તો માત્ર મનુષ્યની. તિર્યંચ, નારકીમાં નીતિ નથી. દેવતામાં પણ ઈન્દ્ર એ જ વિચારે છે કે કયારે બીજાનું વિમાન પડાવી લઉં. પાડોશી રાજ્યની તકરાર હોય. સરહદની તકરાર સુકાય જ નહીં, તેવી જ રીતે સૌધર્મ ઈન્દ્ર અને ઈશાન ઈન્દ્ર તેની તકરાર સુકાય જ નહીં.
એવી રીતે તકરારવાળા છતાં અંકુશવાળા છે. મર્યાદા બહાર નથી. આપણી તકરાર “હું હું એવું હથિયાર રાખ્યું છે, કે બૂઠું ન થાય. યુક્તિને બુઠ્ઠી કરી શકાય. સામે કહે કે મારે આ હકક ડૂબે છે, તે આપણે કહીએ કે તારે આ હક રાખીએ છીએ, એમ એ બધાનું એસડ છે, પણ “હુંનું એસડ નથી.
આપણે મનુષ્ય થયા. ન્યાયને માટે “નર' શબ્દ ધારણ કર્યો. નીતિને ઘડનારા, પિષનારા તેથી નીતિના શબ્દને જ ધારણ કરનારા હોવાથી નર. નીતિનું જીવન હોય તો નર, નહીંતર ઢોર. તેથી સૌધર્મ–ઈશાન બંનેના ઈન્દ્ર તકરાર વખતે સનકુમારના ઈન્દ્રને યાદ કરે, તે ત્યાં આવે. આવીને જે ચૂકાદો આપે તે બંનેને માન્ય. બંને ઈન્દ્રોને તે ચૂકાદો કબૂલ કરવો પડે. ઈન્દ્ર પણ કેઈનું પડે તે મને જડે' તેવા લેભી હોય છે.
રાજાની સભામાંથી મુગટ કોઈ ચોરી ગમે તેવું કદાપિ સાંભળ્યું નથી. ઈન્દ્રમાં અને દેવતામાં એ બને છે, પણ ભાગીને જાય કયાં? કૃષ્ણરાજીમાં મુગટ ચોરી દેવતા કૃષ્ણરાજીમાં પેસી જાય, ઈન્દ્રની સભામાં આ સ્થિતિ! તેવી સ્થિતિમાં આ નર શબ્દ લાગુ ન કર્યો ! નર શબ્દ નીતિન્યાયને જણવનાર છે, તેથી તે મનુષ્યમાં જ લગાડ્યો,
કર્મને સર્વથા ખસેડી નાંખવાની તાકાત નારકી, તિર્યંચ કે દેવતામાં નથી. માત્ર તે તાકાત નરમાં જ છે. આત્માને કર્મથી સ્વતંત્ર બનાવવો તે મનુષ્યથી જ બની જ શકે છે. નીતિ સાચવે, અને અન્યાયને દૂર કરે, આવી રીતે મનુષ્યની સ્થિતિ હોવાથી મનુષ્યના ભવને વૃક્ષની ઉપમા આપી, હવે તેનાં ફળો કયાં? -