________________
મનુષ્યભવરૂપી ક૯પવૃક્ષ
SSSSSSSSSSSSSSSSSSSSSSSSSSSSSB GSERESS
(૨૦૦૦ માગશર વદ ૪, ગોધરા, ગુહ્યાન ઉપાશ્રય
સોમપ્રભ આચાર્ય મહારાજ ભવ્યના ઉપકાર માટે ધર્મોપદેશ આપતાં જણાવે છે કે આ જગતમાં કલ્પવૃક્ષ વૃક્ષામાં ઉત્તમત્તમ ગણાય છે. ઈચ્છિત પૂરવા માટે સમર્થ હોય તો માત્ર કલ્પવૃક્ષ ગણાય. પણ કલ્પવૃક્ષને અર્થ એ છે કે-કલ્પનામાં આવ્યા પછી ફળ આપે. વસ્તુ જાણવી જોઈએ, તે સારી માનવી જોઈએ ને તે મળ્યાની ઈચ્છા કરે ત્યારે કલ્પવૃક્ષ ફળ આપે પરંતુ આ મનુષ્યભવ કલ્પવૃક્ષ કરતાં પણ ચઢીયાત છે. કારણ તમે દુનિયાદારીના દરેક વિષયોને જાણી તપાસી શકે છે કે તે ઈષ્ટ છે કે અનિષ્ટ છે, તે જાણી, તે મેળવવાની કે તેને છેડવાની મહેનત-પ્રયત્ન કરી શકે છે.
એક એવી ચીજ છે કે જે તમારી કલ્પનાની બહાર છે. તે છે તમારે આત્મા. તેને સ્પર્શી, રસ, ગંધ, રૂપ, શબ્દથી જાણતા નથી. બધે આધાર આત્મા ઉપર છે, અને તેનું જ-આત્માનું જ જ્ઞાન આપણને નથી! જે આત્માની ઉપર જ્ઞાન ને સુખને આધાર છે તે આત્માને આપણે પીછાની શકતા નથી !
બે ઝવેરી હતા. જંગલમાં ભૂલા પડ્યા. વચમાં ભીલનું ઝૂંપડું આવ્યું. ત્યાં વિસામે કયે. ઝવેરીએ પિતાની પાસેના મેતીના પાણુની માંહોમાંહે વાત કરે છે. એક કહે છે કે-આ મેતી તો પાણીને દરિયે છે દરિયે. આ વાત ભીલે સાંભળી. કપડાને તે મેતીને અડકાયું ! પણ કપડીને છેડે ભીને ન થયે એટલે ભીલે નક્કી કર્યું કે- દુનિયામાં આવા ને આવા ગપ્પા હાંકનારા પડ્યા છે. દરિયાના પાણીની વાત કરે છે અને કપડાને છેડો સરખો પણ ભીને નથી થતો. તે ગમાર ભીલ તળાવ-કૂવાના પાણુને પણ સમજે છે. ખેતીના પાણીને (તેને) તે ભીલ પાણી સમજી શકતા નથી. ભીલ સ્વપ્નમાં પણ મોતીનાં પાણીને ખ્યાલ કરી શકતું નથી.