________________
દેશના મહિમા દર્શન
બતાવાની ચીજ નથી. જે વસ્તુ જ્ઞાની પુરુષોનાં જ્ઞાનથી જ જાણી શકાય, તે ઈન્દ્રિયેના વિષયથી શી રીતે જાણી શકાય?
મોક્ષ અતીન્દ્રિય વિષય છે જે કલ્પનામાં ન આવી શકે. એવી અતીન્દ્રિય વસ્તુ પરીક્ષામાં ન આવવાથી તમે તેની માંગણી ન કરી શકે, છતાં તમને મોક્ષને રસ્તે લઈ જઈમેક્ષ અપાવી દે, તેવી તાકાત આ મનુષ્યભવરૂપી વૃક્ષની છે.
આ મનુષ્યપણુરૂપી વૃક્ષ, એવું જબરજસ્ત છે કે તમને તે કલ્પનાતીત ફળ આપી શકે છે. બીજ વાવ્યા સાથે ફળ ન થાય. અંકુરથડ–ડાળાં-પાન-ફૂલ અને પછી ફળ થાય. વચલાં ફળ કયાં? એમાં જિનેશ્વર મહારાજને કેમ માનવા? એ પૂજ્ય કેમ? અમે પૂજક કેમ? હીરા સારા ચિહવાળા હોય તે ઘરની આબાદી કરે, કેટલાક કાક પગા હોય તે ઘરમાં ન રખાય અને બીજાને પણ ન અપાય. તેને જંગલમાં દાટી દેવા પડે.
આપણે પણ હીરા. જિનેશ્વર મહારાજ પણ હીરા. તેઓ સદુલક્ષણ, આપણે કાકપદા. કર્મરાજા નચાવે તેમ આપણે નાચીએ છીએ. કર્મરાજાનાં પાત્ર આપણે છીએ. જ્યારે તીર્થકરે કર્મરાજાને પાત્ર બનાવનાર છે. તીર્થંકર પણું એ પણ પુણ્ય નામકર્મ છે. તેને પ્રભાવે શાસન પ્રવર્તાવી કર્મરાજાને પાત્ર બનાવે, આ વાત જણાવવા માટે “જિન” શબ્દ રાખે. કષભ-મહાવીર ન રાખતાં “જિન” શબ્દ રાખે. તેવા તે જિનેશ્વરે, પિતાના અનુયાયીઓને જણાવે છે કે-“તમે કર્મરાજાને પાત્ર બનાવે, તે જ મારા અનુયાયી., તે જણાવવા માટે “જિન” શબ્દ વાપર્યો છે. આપણે જીતનારી પ્રજાને માનનારા છીએ. હવે તે જિનશબ્દ વચનથી અને મૂતિ ઉપરથી કેવી રીતે સાબિત થાય છે તે અગ્રે–