________________
ર૩, મનુષ્યકર્તવ્ય
[૧૯૧
લવાભાઈ વિચારે છે કે તે ભાવ પૂછતી નથી, માલ જતી નથી, તે તેલ કયાં જેવાની છે? કૂતરા પણ ન સંઘે તે ગોળ આપે અને પાંચ શેરને બદલે કા શેર આપે ! પેલી બાઈ ગોળ લઈને ચાલી, ઘેર આવી. દાળશાકમાં તે ગોળ નાંખે. બીજે દિવસે ધણી પરગામથી ઘેર આવે. શાકનું ફેડવું ખાય છે, તે મોંમાં પેસે નહિ ! કારણ? તે ગેળ ખરાબમાં ખરાબ હતો. અફીણ કરતાં બૂર. બૈરીને પૂછે છે કે- આ છે શું?
બૈરીએ બધે તપાસ કરી, કહ્યું કે બીજી કઈ ચીજ નવી નથી પણ આ ગોળ નવી ચીજ છે અને તે ખરાબ હશે.
ધણીએ કહ્યું-ગળ લાવી કયાંથી? ૌરી કહે–લવાભાઈને ત્યાંથી
ધણી કહે તેમાં શું પૂછવું? બાઈએ ગોળ તપાસવા કહ્યું–પણ ધણીને લવાભાઈ ઉપર ભરોસે હોવાથી તે ગોળ તપાસતે નથી. બૈરીએ ચાખીને કહ્યું-આ ગોળ જ એ છે. પિલે કહે- લવાભાઈ તે વખતે દુકાને નહીં હોય, માટે ત્યાં જઉં, તે બદલી આપશે. એમ ધારી ગેળ પાછો આપવા જાય છે. લવાભાઈ કહેઃ આ ભાઈ! પેલે શાહુકાર કહેઆ ગેળ ખરાબ છે, ચાલે એવું નથી, માટે તે બદલી આપને !
લવાભાઈ કહે-ગોળ નાખ ઉકરડે, અને તે તેને જોઈને આશ્ચર્ય થાય છે કે-“આટલું આટલું બ્રહ્મજ્ઞાન સાંભળ્યું, છતાં તને હજુ તીખું કડવું થાય છે! ખેરે છે, એવા વિચાર આવે છે? આટલા વરસ તે સાંભળ્યું શું ?” પણ પિતે કર્યું શું ? એ લવાભાઈ વિચારતા નથી ! આવા વિદ્યાઓની વાતો કરનારા હોય તેમાં તેમનું મનુષ્યપણું નથી.
તપસ્યા પણ જોઈએ. તપસ્યા ન હોય તો તે વિદ્યા મનુષ્યપણને ઠગનારી બને છે. આવી વિદ્યા મનુષ્યપણાનાં ઘરેણાંરૂપ બનતી નથી. તપ કરી દુઃખ સહન કરવા માંડયું તે કેવી રીતે? ધ્યેય ભજકલદારનું હોય તે તપમાં કલદારને જ ભજવાની વાત હોય. આ પ્રકારનું તપ કાયકલેશ છે. આવા કલદારના ધયેયને લીધે વાસના તો “ચામડી તૂટે પણ દમડી ન છૂટે, તેવી જ હોય, પરંતુ તેઓ હાથના પોલા હોય એટલે એ