________________
કા
-
ને કઈ
૨૧, પરીસંસારીનાં લક્ષણે
શાસ્ત્રકારે કહ્યું :–“ગ્લાનિ તાનિ નારયાજિ-સંસારમાં એવું કેઈ સ્થાન નથી કે જેમાં તારે ભટકતી જાતમાંથી નીકળવાનું બને; કેમકે બધાં સ્થાનકે અશાશ્વતાં છે. સંસારમાં એવું સ્થાન બતાવી શકાય તેમ નથી કે –જ્યાં તું જાય ને ભટકતી જાતમાંથી બહાર નીકળે. ૧૪ રાજકમાં તેવું સ્થાન કેઈ નથી. ક્ષેત્રમહિમા એવે છે.
આખા સંસારક્ષેત્રમાં એ એક મહિમા છે, કે–જે સ્થાનમાં ગયેલાને ભટકવાનું નથી. તે કયું સ્થાન મેક્ષ મોક્ષમાં ખાવું, પીવું, પહેરવું વગેરે નથી. ત્યાં આ જાતને ભટકવાનું નથી. મેક્ષ પામેલે જીવ સ્થિર જાતિવાળા છે. ત્યાં ભટકતી જાત નથી. ભટકતી જાતની બહાર કેઈપણ સ્થિતિ હોય તો માત્ર મેક્ષની જ સ્થિતિ છે.
અસંખ્યાતા કાળચક્રે જાય, અનંતા પુદ્ગલપરા જાય, પરંતુ ત્યાંથી ખસવાનું નથી. એક જ સ્થાન એવું છે કે-જ્યાં ભટકતી જાત દાખલ થતી નથી, એટલું જ નહીં પણ તે બીજી વાત કરી કે મારું મેળવેલું બધું મૂકવું પડે છે જે ભાવમાં કંચન, કામિની, કુટુમ્બ, કાયા મેળવું છું પણ મરતી વખતે બધું મૂકી દેવું પડે છે ! એ તે બીજો પ્રશ્ન કર્યો, તેને અંગે લગીર પણ મેળવેલું મૂકી દેવું ન પડે, તેવું સ્થાન તે એક જ. અહીં અનંતુ જ્ઞાન–દર્શન મેળવે તે સર્વ સાદિ અનંત કાળ રહે. વીતરાગપણું, અનંતું વીર્ય વગેરે મેળવે તે પણ સર્વ કાળ રહે, તેવું સ્થાન હોય તે માત્ર મોક્ષ જ છે. કેવળ જ્ઞાનને, ક્ષાયિક દર્શનને, વીતરાગપણને, અનંત વીર્યને ટકાવનાર મક્ષ સિવાય બીજું સ્થાન નથી. જેમાં લેશમાત્ર અંશ પણ ઓછો ન થાય, ફેરફાર ન થાય, જેવું હોય તેવું ને તેવું હંમેશાં રહે.
| સર્વભક્ષક કાળનો ભક્ષક. આખા જગતમાં એક રાક્ષસ છે. તેનું નામ કાળ. “ મા: કાળઃ સર્વને ભક્ષકઃ ૧૪ રાજલકને અંગે બધી વસ્તુને ખાનાર કાળ છે, પરંતુ કાળને કેળિયે કરનાર, કાળને ખાઈ જનાર અનંતે કાળ જાય તે પણ તેની ગણતરી નહીં–જેવી સ્થિતિ હોય તેવી ને તેવી જ સ્થિતિમાં રાખનાર મેક્ષ છે. આખા જંગમાં કાળા જ