________________
૨૧. પરીસંસારીનાં લક્ષણે
[૧૭૭
તે બીજુ વચન. કર્મબંધના કારણેને સર્વથા છેડવા તે મુઠ્ઠીજ્ઞાનનું પ્રથમ જ્ઞાન. કર્મબંધ રોકવાનાં કારણે આદરવાં તે બીજું જ્ઞાન. આ મુઠીજ્ઞાનને જેઓ કરનારા હોય તે પરત્તસંસારી છે.
આપણામાંનાં નવતત્વની ગાથા ભણેલા કેટલાક ભાઈ બહેને, નવ તત્વ બોલનારા હેય પણ તે વકીલાત તરીકે બેલનારા હોય. વકીલ આખો દા ચલાવે પણ તેને જવાબદારી એક પૈસાની પણ નહીં, જવાબદારી અસીલને, હુકમનામું થાય તે લાભ-નુકશાન ઘરાકને. “ શાસ્ત્રકાર સંવરના ૫૭ ભેદ કહે છે.” એમ બેલ્યા કરીએ, ને તેમાં પ્રવૃત્તિ ન કરીએ તે આપણે વકીલ જેવા.
સંવર કેટલે કર્યો? આશ્રવ કેટલે રે? તે ન વિચારીએ તે આપણે પણ વકીલ જેવા. આ વસ્તુ વિચારશે તે અભવ્ય ૧૦ પૂર્વમાં ન્યૂન ભણેલા છતાં કેમ સંસારને પાર પામી શકતા નથી? તે ખ્યાલમાં આવશે.
અભવી વકીલની સ્થિતિવાળે છે. આશ્રવથી દૂર રહી એક વસ્તુ ખ્યાલમાં રાખવાની. દરેક ગુણનાં અજીર્ણ છે. દાનગુણનું અજીર્ણ–દાન કરી ભસવાનું. દાન દઈને “મેં આમ કર્યું ” બેલ્યા તે બળી દીધું, એમ જ્ઞાનવાળો થયે તે “હું આવો !” એ જ્ઞાન નહીં પણ જ્ઞાનનું અજીર્ણ=અજ્ઞાન. તેમ તપસ્યાવાળો થયે અને ક્રોધમાં ગયે તે તે તપનું અજીર્ણ તેને તે તપ તપ નહીં; પણ તાપ !
દરેક લાભની પાછળ અલાભના રસ્તા રહેલા છે. મેલ ન જોઈએ. ક્રોધ-માન-માયા-લેભની પરિણતિ ન જોઈએ. અનુરક્ત વચન કરવાવાળે નિર્મળ સંકલેશ વગરના હોય તે જ અપસંસારી હોય. આ સાંભળી આ લક્ષણમાં પ્રવૃત્તિ કરશે તે મેક્ષસુખને વિશે બિરાજમાન થશે.