________________
પરીત્તસંસારીનાં લક્ષણે
333333 ISB
******00072088%D8%%%20802388282 DATES
(ર૦૦૦ કા સુદ ૧૪ કપડવંજ) जिनवयणे अनुरत्ता, जिनवयणं जे करंति भावेण ।
अमला असंलिठा, ते हुन्ति परीत्तसंसारी ॥
શાસ્ત્રકાર મહારાજને ભવ્ય જીવે પિતાની સ્થિતિ સુધારવા માટે પ્રશ્ન કર્યો કે-“હે મહારાજ, હું આ ભટકતી જાતમાં અનાદિ કાળથી ભટકે છું. ભટકતી જાતમાં એક ફાયદો હતો. ઘર આખું તે નહીં પણ ટેપલે તે ઘર ફેરવતે હતે. લુવારીયે પિતાને ડમ્બે પોટલામાં ને પિઠીયા પર રાખી એકથી બીજી જગ્યા પર ફેરવે છે. તે ભટકતી જાતમ ગણાય. તે જાતિ ડબ્બ (પિતાને જરૂરી સામાન) જેડે લઈને ફરતી હતી.
આ એવી ભટકતી જાતને કે આખી જિંદગી સુધી ધન, કુટુંબ કામિનીએ એકઠી કરે, કાયા-શરીર પણ બાંધે. ચારે ચીજો : કંચન, કામિની, કુટુમ્બ અને કાયા એ ચારે “કકાર, આખી જિંદગી મહેનત કરી એકઠાં કરે પણ અહીંથી ચલતી કરે ત્યારે એક અંશ પણ સાથે આવે નહીં. આ જીવ તે એવી ભટકતી જાતને છે.
ભટકતો ભટકતે કઈ જગ્યા પર અંતર્મુહૂર્ત, કઈ જગ્યા પર ત્રણ દિવસ, કઈ જગ્યા પર બાર દિવસ, યાવત્ ૩૩ સાગરેપમાં સ્થિરતા, પણ અંતે તે સ્થાન છેડનાર આ ભટકતી જાતમાંથી હું ક્યારે નીકળું? અનાદિકાળથી ભટકતી જાતમાં ભટકે ત્યાંથી હું કયારે નીકળું ? મારે મેળવીને મૂકી દેવું પડે છે. સેંકડો વર્ષ, પપમ કે સાગરેપમ સુધી મહેનત કરી મેળવું ને છેવટે મૂકી દેવું પડે છે. એક જગ્યા પર સ્થિર રહી શકે નહીં. મેળવેલું પણ ન રહે, માટે મારે વિસ્તાર શી રીતે થાય ? ભટકતી જાતમાંથી નીકળવું ને મેળવેલું કાયમ રહે તેવી સ્થિતિ કેવી રીતે મળે ?”