________________
E
દેશના મહિમા દશન
રાતે પાતાને ઇતિહાસ ખાય છે. ઇતિહાસ ન ભૂલાવે તે ગુલામી ટકે જ નહીં. તેમ અહી મારું' શરીર, મારી ઇન્દ્રિય, મારા મન– વચન-કાયા, આ છતિહાસ અનાદિથી રાખ્યા, હવે તે ગુલામી હું કૈવલ્યરૂપ, કેવદ”નસ્વરૂપ, શુદ્ધ વનમય, શુદ્ધ ચિદાન દમય આત્મા, એના ઇતિહાસ તેને ખ્યાલમાં આવવા નહીં દે.
જેને એ નિશ્ચય થાય કે-મારી આવી રીતની આઝાદી આબાદી છે, તે પ્રાપ્ત કરવા સિવાય આખું જંગત જુલમગાર છે, આત્માને પુદ્ગલની પરાધીનતાની ધુંસરીમાંથી છેડવાનાં જે સાધના, તે મેળવવાં. તે સિવાયનું બધું. જુલમગાર.' આ દૃષ્ટિ આવી તે જ સ્વના પોકારો. દરેક શ્રાવક આ જ વાકય ખેલે ચંદ્દે પ૨મટ્યું. સેસેબનો. સમકિત શબ્દ ઘરગથ્થુ થઈ ગયા છે, પણ સમ્યક્ત્વ ઇલ્કાબ કયાં છે ? કઈ દૃષ્ટિમાં છે તેના વિચાર કરવાનું સૂઝતું નથી.
હું જડજીવનને આધીન થયા છું. જીવજીવનને ભૂલ્યા હું તેનું ભાન—વિવેક–તેના રસ્તા ઉપર મુસાફરી કરવાની લાગણી, તેનું નામ સતિ જીવ અજીવમાં બધું સમાઈ જતુ હતુ., પછી ૭-૯ તત્ત્વા શા માટે કહ્યા ? તે ૭ અને ૯ તત્ત્વા વડે તેમને ભાન કરાવે છે કે, તમારી આઝાદી-આબાદીને ભગાડનાર આશ્રવ અને અધ તવા છે, આઝાદી-આબાદીની ટોચે પહોંચાડનાર સવર ને નિર્જરા છે. આત્માની સ ́પૂર્ણ આઝાદી અને આબાદી તે મેાક્ષ. લેશમાત્ર પણ પરાધીનતા નથી. સમૃદ્ધિમાં ન્યૂનતા નથી, તેવું સ્થાન તે મોક્ષ. સમકિતની છાપ શાસ્ત્રકારે કેમ આપી ?
તમે આઝાદી મેળવવા માટે સંપૂર્ણ કટિબદ્ધ થયા તેથી દરિદ્રતાને તિલાંજલી આપવા માટે તૈયાર થયા ત્યારે જ તમને સમકિત આવ્યું ગણાયું. સમકિત ખીજી ચીજ નથી.
નવ તત્ત્વ કેમ કહેવાયાં ?
આઝાદી—આખાદી–ગુલામી અને દરિદ્રતાનું ભાન થાય, માટે નવ તત્ત્વ કહેવાયાં. તેથી જ એ ન કહેતાં નવ જણાવ્યાં. નવ તત્ત્વ કેમ કહેવા પડયાં, તે આથી જણાશે. જીવાદિક પદાર્થો આ રીતે જાણ્યા