________________
૧૮, હિતબુદ્ધિ અને સમ્યકત્વ
[૧૪૭
તે આત્માને મનુષ્ય દેવનું આયુષ્ય બાંધતે કર્યો. આવા અણી વખતેદુઃખ વખતે આધાર થનારા આવા સંવર અને નિર્જરાને મગજમાંથી કેમ વીસરી શકાય? આશ્રવ અને બંધનું જાસૂસીપણું વીસરે નહીં અને સંવર અને નિર્જરાનું હિતિષીપણું મગજમાંથી વીસરે નહીં, તેનું નામ સ્થિરતા. આમ બુદ્ધિથી સ્થિરતા થઈ હોય તે ખરેખર , બીજાની આંખ ઉઘાડી શકે.
સબદ્રિ પ્રધાને સમજાવેલ ઈટાનિષ્ટ સ્વરૂપ એક રાજાને સુબુદ્ધિ નામને પ્રધાન પરમાસ્તિક હતે. સ્વપ્નમાં પણ જેને આશ્રવ-બંધનું ભયંકરપણું અને સંવર-નિર્જરાનું હિતૈષીપણું ખર્યું નથી. જેઓ આશ્રવ-બંધને ખરાબ ગણે તેઓ તેવા આશ્રવ–બંધથી નીકળી ગયેલાઓને મહાપુરુષ ગણે તેમાં નવાઈ શી? અરિહંત મહારાજા કર્મના આશ્રવથી નીકળી ગયેલા, સંવરના સોતમાં સ્નાન કરેલા, એવા તરફ ઝૂકે તેમાં નવાઈ શી? સુબુદ્ધિ પ્રધાન વિચારે છે કે-જે રાજાનું લૂણ ખાઉં, તેનું હિત ન કરું તે કેવું કહેવાય? જેને હું હિત માનું છું, તેવું હિત મારે તેનું કરવું જોઈએ. આ હિત દુન્યવી નહીં પણ વાસ્તવિક હિત હોવું જોઈએ.
સંગ્રહણના દરદવાળાને લાડુ પેંડા અપાતા નથી. કારણ? તેને લાડુ–પંડા–વાસ્તવિક હિતકર નથી. તમારે નાનું બાળક છે. તમે તેના પાલક, તેમજ તેના જ આધાર તમે છે. બાળક રડે છતાં તમે તેને લાડવા ન આપે તે શા માટે? તેના હિત માટે. એ જ રીતે જગતના જીવે તે પુદ્ગલે મળે તે જ રાજી, પણ સંગ્રહણીના રેગવાળા બાળક માકક તે તેને નુકસાનકારી છે. કર્મરાજાએ મેકલેલી તે પાંચમી કતાર છે, એમ વિચારીને સુબુદ્ધિ ધારે છે કે-હવે રાજાને મારે હિતને રસ્તે લાવ.
આ વિચાર પછી એક વાર રાજા, સુબુદ્ધિ પ્રધાન સાથે ફરવા નીકળે છે. ગામ બહાર ખાઈ આવી. મડદાં અને વિષ્ટાની દુર્ગંધ પ્રસરી રહી છે. આખું લશ્કર મુખે ડૂચે દઈ ઘોડા દોડાવી ગયું ! સુબુદ્ધિ પ્રધાન વિચારતે ચાલે, તેને દુર્ગધીને ખ્યાલ નથી. પ્રધાને વિચાર કર્યો રાજાને બરાબર આ રસ્તે સમજાવી શકાય તેમ છે. એ જ ખાઈમાંથી પ્રધાને પાંચ-સાત ઘડા પાણી મંગાવીને કેલસા, રાખેડી દ્વારા ગાળી