________________
૧૩૬]
દેશના મહિમા દર્શન
હીરાની કિંમત વેચતી વખતે કેડીની છે. તેઓએ ધર્મ ગ્રહણ કર્યો, પણ ધર્મનાં સ્વરૂપને સમજ્યા વગર. નામથી તે ધર્મ છે પણ મૂળમાં નહીં, ત્યાં શું થાય ? માટે જે ધર્મ સાધ્ય તરીકે રાખે જે આત્મકલ્યાણ માટે લે છે તે પરીક્ષા કરી કિંમતી હોય તે જ લેવાનું રાખે. પરીક્ષા વગર ધર્મના નામે લેવાશે, ભોગ અપાશે, ત્યાગ કરાશે પણ તે ત્યાગ, ભેગ નકામાં જશે. માલ કિંમતી હોય તે જ તે કરેલ રક્ષણ, પાલન, ધારણ ઉપયેગી થઈ પડશે.
મિથ્યાષ્ટિએ ધર્મને સારો કહે, પણ સારે તેઓ ગ્રહણ ન કરી શકે. અહીં વાસ્તવિકમાં જે આત્મકલ્યાણ કરનારો હોય તે ધર્મ સારે છે. ધર્મ કિંમતી હોય તે તેની પાછળ આપેલ ભેગ, ત્યાગ વગેરે પ્રશંસાપાત્ર શુભ ફળને દેનાર થાય.
દુનિયાદારીના પદાર્થોની પરીક્ષા પળમાં-રેશમ કે સૂતરની પરીક્ષા આંગળી લગાડતાં જ થાય. કડવું કે મીઠું છે તે માટે તે જીભ ઉપર લગાડીએ તે થાય. સુગંધી-દુર્ગધીની પરીક્ષા શ્વાસ ખેંચીએ તેટલી વારમાં થાય. કાળા-ધળાની પરીક્ષા આંખને પલકારા ટમકારા માત્રમાં જ થાય. શબ્દની પરીક્ષા કાન માંડે કે તરત. ઈનિદ્રાના વિષયની પરીક્ષા પલકની. જ્યારે માણસની પરીક્ષા? સજજન છે કે દુર્જન તેની પરીક્ષા પલકમાં ન થાય.
એનું જોઈએ કસી, માણસ જોઈએ વસી.” મનુષ્યની પરીક્ષા દીર્ઘકાળના વસવાટ પછી થાય. આ રીતે સજજન કે દુર્જન તરીકેની પરીક્ષા દીર્ઘકાળના વસવાટ પછી પણ થઈ શકે, પરંતુ ધર્મની પરીક્ષા વસવાટે પણ ન થાય. તે તે વ્યસન પેઠે લાગુ પડે. પહેલવહેલા અફીણિયા થાય, તે અફીણના નામથી ભાગે. અફીણ લેતે થાય, પછી અફીણ વગર ચાલે નહીં, તેમ ધર્મ શુદ્ધ હોય કે કુધર્મ હોય, પણ તે ગળે પડવાવાળી ચીજ છે અફીણ વગર પાંચ પકવાન આપો તે પણ તે અફીણિયાને ફિક્કા લાગે. અફીણ સાથે ઘેંસ આપ તે પણ તેને મીઠી લાગે.
તેમ જેને કુધર્મના સંસ્કાર પડયા હોય તેને સારો ધર્મ પણ