________________
૧૭. ધર્મની પરીક્ષા
[૧ર૭ તે કર્મના પુદ્ગલ આપણને સુખદુઃખ આપે, તે સુખદુઃખનાં બીજાં સાધને મેળવીને તે દ્વારા આપે, કર્મ સીધું સુખદુઃખ ન આપી શકે. એ તે આગેવાન-મેખરે થનારું, અનાદિ રહેનારું, એટલું જ નહીં પણ મોખરે થનારું.
તેજસ શરીર એવું નથી–તેજસ શરીર આંગળીએ કમાડ હેલનાર નથી, કર્મ સેનાધિપતિ તરીકે કામ કરે, જ્યારે તેજસ શૂરા સરદાર તરીકે કામ કરે. શૂરા સરદાર તરીકે હોય તે માત્ર તૈજસ શરીર. એ શરીરને જીવે જ્યાં જાય ત્યાં શેઠિયા તરીકે સાથે લીધું છે, જેને આપણે જઠરાગ્નિ કહીએ છીએ. એ અનાદિનું શરીર છે. જેને પોતાની સાથે જ ભેળવેલું શરીર છે. તેજસને લીધે જીવને આહાર કરે જ પડે.
શરીર ગળે પડેલી ચીજ છે. શરીર ગળે પડેલી ચીજ છે. જે શરીર માટે પ્રયત્ન કર્યો જ નથી. દરેક ગતિ-જાતિમાં પ્રયત્ન કર્યો તે માત્ર ખોરાક માટે જ! તેથી નિયુક્તિકાર એ જ કહે છે કે-રૌજસ શરીરને લીધે–કામણ સહકૃત એવાં જસ શરીરને લીધે જીવ પહેલવહેલે જે ગતિજાતિમાં આવે ત્યાં ખોરાક લે છે. શાને લીધે? ભઠ્ઠી વળગાડી છે તેથી.
અગ્નિને સ્વભાવ છે કે જનાને બાળે ને નવાને વળગે. તૈજસને અગ્નિ આવેલા પુદ્ગલેને પરિણા અને નવાને લે. બાળેલા પદાર્થને અંગે રાખેડો થયે હોય, અગ્નિ તેના તરફ જાય નહીં તેથી સંતોષ પામે નહીં. જીવ તે રહી શકે નહીં. આપણે જઠરાગ્નિ શરીરના કેઈપણ અંશને લેતું નથી. પાશેર ખોરાકથી જે તૃપ્તિ થાય છે, તે તૃપ્તિ શરીરથી થાય છે?
તૈજસ માટે શરીર એ રાખે છે. તેને તે નવું જોઈએ. આ વાત ખ્યાલમાં લેશે એટલે જીવને અનદિ માનવે સહેલે થઈ પડશે. એ ભઠ્ઠી–સગડીના પ્રતાપે જીવને ખેરાક તરફ જવું પડે છે.
ખોરાકની કર્તવ્યતા થયા પછી ખેરાકના બે ભાગઃ એક ધાતુ ભાગ, એક મલ ભાગ. ધાતુ ભાગનું શરીર બંધાય, મલ ભાગ નીકળી ગયે. એ રીતે જ્યાં ઔદારિક શરીર વળગ્યું એટલે શરીરમાં જે તત્વ છે તવ પુદ્ગલે છે, તેનું ઈન્દ્રિપણે પરિણમન થયું. પછી શ્વાસોશ્વાસ.