________________
૪૮]
દેશના મહિમા દર્શન પ્રયત્નનું ફળ શું? તમારામાં જવાબદારી ને જોખમદારી ન હોય ને આખી પ્રજા લેહી રેડી દે, તેમાં શું વળે? અહીં આત્માને અંગે કેટલાક તરફથી એમ પણ સમજાવાયું છે કે-આત્મા પોતાનાં કૃત્યે માટે જવાબદાર–જોખમદાર નથી ! આ કેવું વિચિત્ર? | મુનિએ ૫૦૦૦ (પાંચ હજાર) રૂપિયા અવળા થાય તે વેપાર કર્યો. તેમાં જવાબદાર મુનિમ- પણ જોખમદાર શેઠ ગણાય. કેની કથળીમાં કાણું પડશે? તેમ અહીં હું “જવાબદારી અને જોખમદારી બે શબ્દો લાગુ કરું છું. - જગતમાં એક જ એ ધર્મ કે મત છે કે-જે જીવને જીવની જવાબદારી અને જોખમદારીમાં રાખે છે; જોખમદારી ભગવાનને શીર લગાડતો નથી. સદ્ગતિ-દુર્ગતની જોખમદારી જીવની પિતાની છે, માબાપ-ભાઈભાંડુની જવાબદારી કે જોખમદારી નથી.
કહેવાનું તત્વ એ છે કે દુનિયાની અપેક્ષાએ સારે સ્પર્શ—નકારે સ્પર્શ તેમ રૂપ, રસ, ગંધ વગેરે તપાસવાનું, જડની અપેક્ષાએ સુંદરતા અસુંદરતા તપાસવાનું જાનવરમાં પણ છે. સ્પર્ધાદિનું સારાસારપણું તપાસવાનું જાનવરમાં પણ છે. પરંતુ તેમાંનું મનુષ્યપણામાં કર્યું રજીસ્ટર થયું છે? આત્માનું સુંદર–અસુંદરપણું તપાસવાનું રજીસ્ટર મનુષ્યપણામાં જ થયેલું છે. તેનું જ નામ સમ્યકત્વ. સારા-સુંદર– શેભનપણું, તેનું જ નામ. તેનું તત્ત્વ એ કે-સુંદરપણને નિશ્ચિત કરેઃ કેઈપણ ઉપાયે આ સુંદરપણું મેળવવું જ છે. આત્માનાં સુંદરપણાને મેળવવા અહોનિશ પ્રયત્ન કરો. તે સિવાય બીજું મારે ખપે નહિ. તે જ સમ્યકૃત્વ. એ જેને થાય તેને પાંચ વસ્તુ મેળવવાની રહે છે. તે કયી વસ્તુઓ? ૌર્યપ્રભાવના-ભક્તિ-પ્રભુશાસનમાં કુશળતા અને તીર્થસેવા. તે કેવી રીતે ? તે અગ્રે.