________________
દેશના મહિમા દર્શન
ખ્યાલ રાખ કે–અનુકૂળ શબ્દ પણ અપત્તિથી પ્રતિકૂળતાને સિદ્ધ કરે છે. જેમ સારા શબ્દોમાંથી અર્થપત્તિથી ખરાબ અર્થની ઉત્પત્તિ થાય છે. તેમ અમારા દેવને અંગે, ગુરુને અંગે, ધર્મને અંગે અમારામાં સમ્યકત્વ, તો અર્થોપત્તિએ જૈનેતર બધા મિથ્યાત્વવાળા ગણાય. વીતરાગદેવની માન્યતા સિવાયની બધી માન્યતાઓ મિથ્યાત્વ ગણાય. તમારા દેવને અંગે શાસ્ત્ર-ધર્મ, મત-દર્શનને અંગે જે છે તે આ સમ્યકત્વ.
સમ્યકત્વ શબ્દને અર્થ સુંદરપણું. એમાં સુંદરપણું નકકી કર્યું એટલે બીજામાં અર્થોપાત્તથી જ અસુંદર પણું. મિથ્યાત્વ શબ્દ ભયંકર લાગે તેથી તેને એક બાજુ મૂકીએ તો પણ અહીં સુંદરપણું એટલે બીજે અસુંદરપણું છે જ ! પ્રશ્ન થશે કે બીજા દે, ગુરુઓ કે ધર્મોમાં– શાસ્ત્રોમાં મતમાં-દર્શનમાં અસુંદરપણું શી રીતે કહી શકે છે? બીજા દેને જિનેશ્વરને વેશ પણ ભજવતાં ન આવડ
દુનિયામાં ઉત્તમ નાટકિય પણ વેશ બરાબર ભજવે છે. અકબર બને તો હિન્દુ હોય તો પણ મુસલમાની ડ્રેસ પહેરીને ઊભે રહે. શિવાજી અંગ્રેજ-પારસી કે મુસલમાન એકટર તરીકે હોય તો પણ શિવાજી આદિના વેશ વખતે હિંદુ આદિને જ વેશ પહેરે. જેનું અનુકરણ કરવું હોય તેને જ પહેરવેશ રાખે.
એક બહુરૂપી રાજા પાસે ગયે. પહેલે દહાડે રૂ૫ વેશ દેખી રાજાએ તેને દાન ન આપ્યું. હેતુ એ હતો કે-અત્યારે દાન આપીશ તો બીજી કળા નહીં બતાવે. બીજે દિવસે બીજો વેશ પહેરી આવ્યો, રાજા ખૂશ થયા, છતાં દાન ન આપ્યું ! તેમ તે બહુરૂપીએ ૯૯ વેશ કાઢયા, છતાં રાજાએ દાન ન આપ્યું. રાજા અને સભા ખૂશ થાય છે, પણ દાન કેઈ નથી આપતું. રાજાનાં દાન વગર બીજા પણ દાન , નથી આપતા. બીજા આપે તેમાં રાજાનું અપમાન ગણાય.
બહુરૂપી ગામાંતરમાં ફરતો ફરતો ધર્મશાળામાં ઉતર્યો. ત્યાં સાધુની ક્રિયા જોઈ-જોયા કરી. બરાબર તેની એકટીંગ શીખી લીધી. હવે સાધુ પાસેથી કળા લીધા છે, તે બતાવું. તે સાધુ બનીને આવ્ય,