________________
૧૫, ધર્મની પરીક્ષા
[૧૧૩
ચંડ પ્રોતને ચારે બાજુથી ઘેરે ઘા. મૃગાવતીને તે વખતે શું થાય? એવામાં મહાવીર ભગવાન ત્યાં સુમેસર્યા. મૃગાવતીને ખબર મળ્યા. દરવાજા ખેલ્યા ને મૃગાવતીજી સપરિવાર બહાર નીકળ્યા. ચંડપ્રદ્યોતનને વાત પહોંચાડી કે મૃગાવતી સમોસરણમાં જાય છે. ચંડપ્રદ્યોતન પણ શ્રાવક રાજા છે, તેથી વિચારે છે કે અત્યારે તે મૃગાવતી આત્માનું હિત કરવા જાય છે, તેમાં આડા ન પડાય.” નાક કાપીને હાથમાં આપ્યું છે, તેવી તે મૃગાવતીને દેખતાં છતાં તેને અડકાયું નહીં.
ચંડપ્રદ્યોતન પણ દેશના સાંભળવા મેસરણમાં આવ્યું. મૃગાવતીને તે દેશના સાંભળી દીક્ષા લેવી છે. દેશના સાંભળ્યા બાદ મૃગાવતીએ ઉભા થઈ પ્રભુને કહ્યું ભગવાન! આ ચંડપ્રદ્યોતનની રજા માગું છું મારે દીક્ષા લેવી છે, હું ચંપ્રદ્યોતનની રજા માગું છું.
વિચારે, આ સાંભળીને હવે ચંડપ્રદ્યોતનના મનમાં શી સ્થિતિ હશે? કે-પ્રેમ-દ્વેષ? કેવી સ્થિતિ? છતાં એ વિચાર આવ્યું કેદીક્ષા લેતાં કેમ રેકાય? તેનું હિત થતું હોય તેમાં આડા ન અવાય. તેણે ત્યાં ને ત્યાં મૃગાવતીને રજા આપી. મૃગાવતીએ દીક્ષા લીધી. બીજાનું હિત થતું હોય તેમાં સામેલ થવું, બીજાનું અહિત થાય તેમાં ભાગ ન લે, એવું તમારા મનમાં થાય છે? આ કામાંધપણું હતું. જેને માટે ૧૪ દેશની લજા છોડી આ બધું કર્યું છે, તે પલટી ગઈ ! તે વખતે શ્રેષમાં પણ બાકી નથી. તેવા વખતે તે રાજાના દિલમાં તેણીના હિતને પ્રસંગ આવ્યે ! તે વખતે તેને વિષયાદિ કશાને સંબંધ રહ્યો નથી ! આમ તમારે આત્મા ધર્મમાં ગયો છે કે નહિ? તેની પરીક્ષા મનની કસોટીએ કરી શકે છે. ગુણવાનનાં ચરણકમળની રજ બનાય એટલે ધર્મ. એ મૃગાવતીને નમીને ચંડપ્રદ્યતન ગયો. ગુણવાન થઈ ત્યાં હાથ જોડયા.
મોક્ષમાર્ગે ચાલનારે હોય તેવાની સેવા કરવા અને કોઈપણ જીવના દુઃખને ટાળવા માટે તૈયાર થાય ત્યારે ત્રીજી કટી. રાગદ્વેષને પ્રસંગ આવે ત્યારે તે વખતે મૌન રહું-ઉપેક્ષા કરું. ત્યારે જેથી કસેટી. આમ ચાર કસોટીએ પસાર થયેલું ચિત્ત અને તેવી ક્રિયા તે ધર્મ. હવે તે શાથી? વિરેાધ વગરનાં શાસ્ત્રવચને દ્વારા એમ અવિરુદ્ધ કહ્યા પ્રમાણે પ્રવર્તતી ભાવના, તે ચુકત ધર્મ તે જ ધર્મ કહેવાય.
*
**