________________
૧૬, સાહિત્યનું સાધ્ય
[૧૧૭
દુનિયાની દૃષ્ટિએ ન્યાયથી કે અન્યાયથી, બીજી સત્તાની ડખેલગીરીઓ સત્તાધીશોથી સહન થાય નહીં. બીજાની ડખલગીરી ન્યાયની કે અન્યાયની હેય પરંતુ તેને સહન કરી જેઓ ચલાવી લે, ઉપેક્ષા કરે તેઓ સત્તા ચલાવવાને લાયક નથી. આવી સ્થિતિ છે. તો જે દેશમાં પ્રજા ઉપર સત્તા ચલાવું તેમાં ડખલગીરી કરનાર કેશુ? આ કર્મસત્તા માનવામાં આવી છે. તે કર્મસત્તા દરેક આશ્રમને અંગે ડખલગીરી કરે છે.
ડખલગીરી કેઈ સત્તાથી રેકી શકાતી નથી. તેવી ડખલગીરી કરનાર સત્તા કામની શી ? માટે મારે આ ન જોઈએ. આવા વિચારથી તે રાજા રાજ્ય છોડી ત્યાગી થયે; પણ પેલું મગજનું ભૂસું હજુ એમ ને એમ છે, કે-અક્કલ ઉપગી ચીજ નથી, સત્તા ને સંપત્તિ સિવાય દુનિયામાં બીજું ઉપયોગી નથી, એ મગજનું ભૂંસું ભૂંસાયું નહીં, પાપકર્મને તેડવા સંયમમાં કેટલાંય વર્ષો ગયાં. ગુરુએ દેખ્યું કે-હજુ આ સત્તામાં મગરુર છે. તેને કહેવું શું ? સત્તાના મદમાં ચડેલે એ મનુષ્ય શું સાંભળે? તેને અભ્યાસમાં જેડ. ગુરુમહારાજ જ્ઞાની હતા. તેઓએ એકદા તે રાજર્ષિને કહ્યું કે-“જુઓ, તમે જેની સત્તા તેડવા માટે નીકળ્યા છે, તેની સત્તા તમે એકલા તેડે ને ફરજંદે-તમારાં બાળકો ન તોડે, તેમાં તમને જશ કે અપજશ? માટે તમારા રાજ્યમાં જાવ. તમારા ફરજંદે, સંબંધીઓ છે તેમને પણ કર્મની સત્તા તેડવા માટે તૈયાર કરે.”
લાકડું હોવા છતાં ચંદનનું લાકડું નજીકવાળાને સુગંધ આપે. છેટેવાળાને ભલે ન આપે; “નજીકના સગાંને કર્મસત્તા તેડવા પ્રયત્ન કરા.” ગુરુને હુકમ થયે.
રાજર્ષિએ વિચાર્યું કે ત્યાં જઉં, પણ સમજાવવું શી રીતે? સત્તા અને સંપત્તિ જમાવટમાં કામ લાગે; પણ સમજાવટમાં કામ ન લાગે. સત્તા દબાવવામાં કામ લાગે, સંપત્તિ ફેડવામાં કામ લાગે, પણ સમજાવટમાં કામ ન લાગે. હવે હું ત્યાં જઈને શું કરીશ ? છતાં ગુરુને હુકમ, તેથી જઉં છું. હું અત્યારે સત્તાવાળે અને સંપત્તિવાળ નથી, તેમ સમજાવટમાં ય મારું કામ નહીં. એ ચિંતામાં તે