________________
૭૨]
દેશના મહિમા દર્શન
તે કહેશે કે-એ તે લીલા છે. આમ લીલાનાં અંધારામાં બધું ચલાવ્યું. આમ દેવનું શાન્તપણું, દાન્તપણું, તાત્વિકપણું ન રહ્યું.
તે સમજે કે-લીલા લીલાના અંધારપછેડામાં દેવપણું વહેંચાયું. જૈનમતની જ બલિહારી છે, ઉત્તમતા છે કે જેણે દેવ માટે પણ લીલાને પડદે ચીરી નાંખે છે. જે રસ્તે ભવ્યને દેરવવા છે, તે જ રસ્તે પોતે ચાલ્યા છે. વીતરાગમાં આટલું બધું છતાં તેના દેવપણામાં સમ્યફપણું ન કહીએ તો પછી આકારમાં જેણે શાંતિ, ઈન્દ્રિયદમનતા, મુમુક્ષતા ધારણ કરી નથી તેને સમ્યફપણું કેવી રીતે કહેવું ? શી રીતે કહી શકાય ? કઈ જગ્યા પર કાંઈ મળવાની આશા હોય તો “હાજી–હા” કહેવાય. અન્યથા “હા જી હા શી રીતે કહેવાય ?
તો સમજો કે-જ્યાં ભય લાગે ત્યાં “મત બોલ માર ખાયગા” એ સ્થિતિ હોવાથી ત્યાં પણ “હાજી હા” કરવી પડે. સહવાસ હોય તે શરમથી “હા જી હા કરવી પડે. મનુષ્ય આશાથી, ત્રાસથી, સહવાસથી
હા જી હા’ કહી દેશે. આ ત્રણથી “હા જી હા પણું થઈ જાય, પણ અંદર ખાત્રી વગર મન કબૂલ નહિ કરે. પ્રમાણથી ખાત્રી થશે તો જ મન કબૂલ કરશે. દેવમાં સમ્યકપણું કંઈક તે તપાસીએ ને? લીલાના પડદા પાછળ દેવપણને સંતાડી દે, પછી કહે કે–દેવ માનેઃ તે શી રીતે દેવ માનવા?
ઉઠે રે મોરારિ, તમારા વિના દહીંના મટકા કેણ ફેડશે? તમારા વગર ગોપીઓનાં ચીર કે ચીરશે રે!” તેવાને દેવ મનાવવા ! બિચારી વેવલી ભક્તાણીઓ તેવું બોલે છે. તે સમજીને નથી બોલતી, પણ તે ભક્તિરાગમાં બોલે છે. અહીં પણ ભક્તાણુઓ બેલે છે ને-ગુરૂજી પાટે ચડી ચડી બેઠા, બેલાવ્યા બેલે નહિ, ગુરુજી માગે સોનાની ઠવણી તો કયાંથી હેરાવીએ?” તેમ તે વેવલી ભક્તાણીઓ પણ તેવું બોલી દે છે. ભક્તિરાગમાં તણાયેલી તે અજ્ઞાન બાઈઓ જ તેવું બોલે છે તેમ નહિ, પરંતુ તેના પ્રખર વિદ્વાને પણ એવું બોલે છે.
કારિકાવલીકાર મુક્તાવલી નામની ટીકા, દીનકરી રામરુદ્રી નામની ટીકાઓ છે. તેની અંદર મૂળમાં કહ્યું કે