________________
૧૦રી
દેશના મહિમા દર્શન તે નીતિ ખાતર પણ ધર્મને કિંમતી કહે, માન અને ગણ જઈએ, માટે ધર્મનું અથાણું નવું ઉત્પન્ન કરવાનું નથી.
ધર્મ કિંમતી હોવાથી ધર્મની પાછળ નકલીપણને દરેડે છે. દુનિયામાં કઈ બનાવટી ધૂળ, લેટું, તાંબુ કરવા બેસતું નથી. રૂપું, સેનું, મોતી, હીરા વગેરે બનાવટી કરે છે. કેમ? ધૂળમાં કચરાની બનાવટ કેમ નહીં ? કારણકે તેની કિંમત નથી, અર્થાત્ કિંમતી પદાર્થોની પાછળ જ નકલી પદાર્થોને દરેડે હોય છે. એ ઉપરથી સમજવાનું છે કેજે મના કિંમતી પદાર્થ લેવા માટે કેડ બાંધી હોય, તેણે નકલી પદાર્થથી બચવા માટે કેડ બાંધવી જ પડે. તેમ કેડ ન બાંધે તે પરિણામ શું આવે?
ધર્મપરીક્ષામાં ભૂલ્યા તે ભવભવ રખડયા. શાક લેવા ગયા ને ભૂલ ખાધી તે એક ટંકનું ભોજન બગડે, લુગડા લેવામાં ભૂલ ખાધી તે એક ઋતુ બગડે. બાયડી લેવા ગયા ને ભૂલ ખાધી, તે ભવ એક બગડે પણ ધર્મ લેવામાં ભૂલ ખાધી તે ભે ભવ બગડે. આપણે ધર્મના અથી થયા પણ જે ધર્મની ખેજમાં ભૂલ ખાધી, નકલી ધર્મથી ન બચ્યા તે ભાવને બગાડે.
આગળ જણાવી ગયા કે કિંમતી ચીજ પાછળ જ નકલીને દરોડો હોય. ઈમીટેશન થયાં તેથી કેઈએ ઝવેરાતને ધંધે છોડી નથી દીધે. “ઝગડામાં આપણે ન પડીએ, વિરેાધ દેખાય તે પડવું જ નહીં તે હીરાની જોડે પખરાજનું વિરોધપણું છે. તેથી શું ઝવેરીએ ઝવેરીપણું છેડી દેવું? બનાવટી હીરા, મેતી, ચાંદી નીકળ્યા તે વેપાર છેડી દેવાને? તેમ ધર્મના ભેદ દેખી “કેઈધર્મ કંઈ કહે છે અને કેઈ ધર્મ કંઈ કહે છે, માટે આપણે ધર્મની પંચાતમાં ઉતરવું જ નહીં. એ કહેવાને અર્થ શું? એક જ કલચર ઈમીટેશન દેખી ઝવેરાતપણું છોડી દેવું કે વધારે સાવચેત થવું? પરીક્ષા કરવા માટે તૈયાર થવું જોઈએ. પરીક્ષા કરી સાચું ગ્રહણ કરવા તૈયાર થવું જોઈએ.
જરા સીધી દષ્ટિએ વિચારે કે તમારી નજરે તમને ધર્મનું કિંમતીપણું જ્યારે ખ્યાલમાં આવશે?