________________
દેશના મહિમા દર્શન આરાધના તે તે ચારપવમાં છ છે, વવહારમાં તિથિ જુએ તે તે ચાર જ છે. એ જ વ્યાખ્યા શ્રી હેમચંદ્ર મહારાજે યોગશાસ્ત્રમાં જણાવી છે કે શીત અને કૃષ્ણ ૮, ૧૪, ૧૫, ૦)) આ ચતુષ્ણવ છે. તેમાં શ્રાવક ચાર પ્રકારને પૌષધ કરે તે પ્રાયશ્ચિત્ત. અતિચારમાં પર્વદિવસે પૌષધ લીધે નહિ. બેલે છે તે અતિચાર. પર્વ દિવસે પૌષધ ન કરે તે અતિચાર.
અતિચાર લાગે તેવાં પ કયાં ? શ્રાવકની અપેક્ષાએ આ ચતુ૫વ નિયમ ૧૪, ૮, ૧૫. ૦)). ત્યાપછી ગીતાર્થ આચાર્યોએ જોયું કે આમ આટલાથી ગૃહસ્થ આગળ વધી નહિ શકે. તેથી બીજ, પાંચમ આદિ તિથિઓ ગીતાર્થોએ આરાધના માટે જણાવી, એ ગીતાર્થ આચરિત. શાસ્ત્રોમાં કહેલ પૌષધ ન થાય તે પ્રાયશ્ચિત્ત પણ ૨. ૫. ૧૧. આદિને પૌષધ ન થાય તે પ્રાયશ્ચિત્ત નહીં. પડવાદિકમાં અનિયમિત અને અષ્ટમ્યાદિકમાં નિયમિત પૌષધ, તેમ તત્વાર્થ ભાષ્યમાં કહેલું છે. ત્રીજે દહાડે નિયમિત તિથિઓ આવે. આ આવવાથી આચારપદેશ ગ્રંથમાં કહ્યું કે શાસ્ત્રોકત અને ગીતાર્થોએ કહેલી તિથિઓ આચરવાથી આયુષ્યના ત્રીજા ભાગે આવતા બીજા ભવનું આયુષ્ય બાંધે. તે ન બંધાયું તે તેના ત્રીજા ભાગ ૩, ૯, ૨૭. ૮૧માં ભાગે બાંધવાને નિયમ. તે અહીં આવી જાય છે. તેથી પ્રાયઃ પર્વદિવસે આયુ બંધાય છે તેમ જણાવ્યું.
મૂળ વાત પર આવીએ. “પ્રાયે કહ્યું તે તિથિના મેળની અપેક્ષાએ પહેલી ઘડીએ કે બીજી ઘડીએ બાંધશે તેને નિયમ નથી. “પ્રાયઃ” શબ્દના અર્થમાં વિચારીએ તે જૈન પંચાંગમાં તિથિનો ક્ષય માન્ય હેવાથી તિથિને ક્ષય આવવાને છે. લૌકિકમાં ક્ષય અને વૃદ્ધિ બંને આવવાના, તેથી તે પર્વતથિએ આયુ બંધાવાને નિયમ નહીં રહેવાને. વળી દિવસના અમુક ભાગે જ આયુષ્ય બાંધે તે પણ નિયમ નથી. પહેલે, બીજે, ત્રીજે, ચેાથે કે પ, ૬, ૭, ૮મે પહોરે આયું બાંધે તે પણ નિયમ નથી.
સમકિતિ આત્મા કયાં ઉપજે ? મૂળ વિષયમાં આવે. “પ્રાયઃ” શબ્દથી બે વાત નક્કી થઈ.
|