________________
૧૨, જૈનત્વને વાર
[૮૭ દરેક આત્માનાં કર્મો જુદાં છે. તે પિતે જ ભગવે તે જ છૂટકારે થાય. કેવળીને કાલેક જેવાના હોય છે. ૧૪ રાજક, ૭ નરકે, તીચ્છલેક દેવલેક જેવાનું મળે છે.
કેટલાક જગલી છે જાણી જોઈને જાનવરને લડાવે છે. જેનારને રમૂજ આવે છે. આમ લડાઈમાં રમૂજ માનનારા હોય તેમ કેટલાક નરકની ગતિમાં જીવે રખડે–દુઃખી થાય તેમાં મેજ માનનારા પરમાધામીઓ હોય છે. તેવા કેવળીઓ હોતા નથી. કેવળીઓ અને તેમની જેમ સમકિતી છે પણ એક જ ધારણાવાળા હોય, કે આખું જગત, કર્મથી રહિત થાય. તે પ્રશ્ન થાય કે આવી ધારણું હોય અને સામર્થ્ય પણ તેવું હોય, પછી વધે છે કે તેઓ આખા જગતને કર્મમુક્ત નથી કરતા? ધારણા પણ આખા જગતને મુક્ત કરવાની, શક્તિ પણ તેજ, તે પછી બધાને મુક્તપણું કેમ ન થયું?
એક જ કારણ કે-કેઈનું કર્મ કઈમાં જતું નથી, માટે સિદ્ધાંત કર્યો કે–દરેક જીવ જુદા છે અને દરેક જીવેનાં કર્મો પણ જુદા જ છે.
પછી આત્માને આપવાની વારસામાં વાત કરી, તે શી રીતે? જેને તે છે કે જે પોતાના બાળકને આત્મા અર્પણ કરે. આ વાત મળતી નથી આવતી. તે સમજે કે–પિતાના બાળકને આત્માને ઓળખતાં શીખવે, આત્માને ઓળખતે કરે, તે જ વારસો કે જે
હું”પણામાં અનાદિકાળથી છે, પરંતુ આત્માની સમજણવાળે નથી તેને આત્માની સમજણવાળો બનાવે. ન બનાવે છે જેનપણનું વડીલપણું બનાવ્યું ન ગણાય.
તે વડીલ ત્યારે જ ગણાય કે જે પોતાના સંતાનને આત્મતત્ત્વ સમજાવે. જનપણામાં તે જ વિશેષ. તમારે ત્યાં જન્મનારા બાળકને સાચું આત્મતત્ત્વનું નામ-જૈનત્વના સંસ્કાર આપે.
શ્રાવકપણાના કુળમાં જીવ કયા ભસે આવ્યું છે? ધારીને ભલે નથી આવ્યું, પરંતુ કંઈક સારા કર્મો કરવાથી શ્રાવક કુળમાં આવ્યું છે, એ વાત નક્કી છે. એ જીવ વડીલેના ભરોસે આવ્યું છે.